Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

સુર અસુર મનુષ્યની વૃતિ પર નિર્ભર, આપણે દેવ બનાવવાના છેઃ પૂ. રમેશભાઇ ઓઝા

સંઘ સજજન શકિતના સહયોગથી દેશવિરોધીઓ સામે સંગઠીત સ્વરૂપમાં એક તાકાત બની દેશને મોટો બનાવવા કાર્યરત છેઃ રામલાલજી અગ્રાવત સજજનશકિત સંગઠીત સ્વરૂપમાં ક્રિયાશીલ બની દેશને વૈભવ સંપન્ન બનાવવાનો શંખનાદ કરે * સંઘ દ્વારા વ્યાખ્યાન માળા

 રાજકોટઃ તા.૨૨, સજ્જનશકિતનો કર્તવ્ય બોધ વિષય પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પ્રમુખ સ્વામી ઓડીટોરિયમ ખાતે શહેરનાં પ્રબુદ્ધજનોની ઉપસ્થિતીમાં એક વ્યાખ્યાનમાળાનું ૧૦૦ મું સોપાન ભાગવતાચાર્ય પૂ.રમેશભાઇ ઓઝા , શ્રી રામલાલજી અગ્રવાલનાં સજ્જન શકિતને એક અને ક્રિયાશિલ થઇ દેશને સમૃદ્ધ કરવાનાં પ્રેરક ઉદબોદ્ધન સાથે યોજાઇ ગયું.

કાર્યક્રમનો પ્રારંભ ભારતમાતાની પ્રતિમાં પાસે દિપ પ્રજ્જવલીત કરી પૂ.રમેશભાઇ ઓઝા, શ્રી રામલાલજી, ડો.જયંતિભાઇ ભાડેશીયા, રાજયસભાના સાંસદ શ્રી રામભાઇ મોકરીયા, મેયર ડો.પ્રદિપભાઇ ડવ, ડો.શિલુ અને શ્રી દિપકભાઇ પટેલએ કરાવ્યો હતો.

આ પ્રસંગે   શ્રી રામલાલજી અગ્રવાલે કહ્યુ હતું કે અતિકઠીન પરિસ્થિતીમાં ડો.હેડગેવારે રા.સ્વ.સંઘનો પ્રારંભ કર્યો. જયારે હિન્દુઓનું સંગઠન કરવું અતિ કઠીન હતુ. અંગ્રેજો પહેલા ભારતનું ઘરેલુ ઉત્પાદ ૨૩ થી લઈ અને ૩૩ % પહોંચેલું. અંગ્રેજોનાં શાસનમાંએ ૧.૫ % રહી ગયુ અને તો પણ કેટલાક લોકો માને છે કે અંગ્રેજોએ ભારતનું નિર્માણ કર્યું. મોગલ આક્રાંતાઓ ભારતને લુંટવા આવેલા જયારે અંગ્રેજો ભારતમાં આવી ભારતની ધન-સંપતિ લઇ ગયા સાથો સાથએ પ્રકારનો નેરેટીવ (વિમર્શ) ઉભો કરી અને ભારતને વિભાજીત કર્યું. જેમકે આર્યો ભારત બહારથી આવ્યા એટલે ભારત છોડો આંદોલન વખતે ફકત અંગ્રેજો ભારત છોડો નહી પણ આર્યો પણ બહારથી આવ્યા એ પણ ભારત છોડે. ભારત ઉપર શાસન કરવા માટે ભારતને ધર્મ-જાતિ-પંથ-સંપ્રદાય-પ્રાંત વગેરેમાં વિભાજીત કર્યુ.અંગ્રેજોનાં ચાટુકાર ઇતિહાસકારોએ પણ અંગ્રેજોની સુવિદ્યા મુજબ ઇતિહાસ લખ્યો. રેલ્વે લાઇનનાં વખાણ જયારે રેલ્વે અંગ્રેજોએ પોતાનો વ્યવસાય અને વ્યાપારિક સ્વાર્થ માટે નાંખી. આ રીતે અંગ્રેજોનું મહિમા મંડન થયું. સંઘ સંસ્થાપકે આ વિષય સમજ્યો.

સમાજ જયાં સુધી આ સમજી અને સંગઠીત સ્વરુપમાં નહીં આવે તો આઝાદી મળશે તો પણ આગળ જતા મુશ્કેલી પડશે. આ પૃષ્ઠભુમીમાં સંઘની સ્થાપનાં. આજે અંગ્રેજો નથી પણ એવા કેટલાક મહિમા મંડનકારો આજે પણ સોશ્યલ મિડીયા ઉપર આજે પણ એ જ વિમર્શ ચલાવે છે. ટ્રેન્ડીંગમાં લાવે છે. એ લેફટીસ્ટ અને સેપેરટીસ્ટ (અલગાવવાદ)નાં સ્વરુપમાં નાના ગ્રુપો બનાવી એક નેકસસ ચલાવી અને એક ઇકોસિસ્ટમ બનાવી વોશીંગ્ટન સુધી બબાલ મચાવી દુનિયામાં ભારતની છબી ખરાબ કરી રહ્યા છે. આની સામે આજે સંઘ એક સંગઠીત શકિતનાં સ્વરુપમાં વિદ્યમાન છે, અને આવા દેશવિરોધી તત્વોને એટલે સંઘ ખુંચે છે. પ.પૂ સર સંઘ ચાલજીએ પણ એક પ્રશ્ર્નનાં જવાબમાં કહેલુ સંઘને મોટો નથી કરવાનો  દેશને મોટો કરવાનો છે. આ માટે દેશમાં ઘણી સજ્જન શકિત, ઉદ્યોગકારો, એનજીઓ ખુબ સરસ કાર્ય કરી રહી છે. કોરોનામાં આ જ સજ્જન શકિતનાં સહયોગથી સંઘે માધ્યમ બની દેશબાંધવોની સેવા કરી. આ રીતે બધાને જોડીને એક રાષ્ટ્રીય શકિતનાં સ્વરુપમાં સંઘ છે.પોતાનાં વ્યવસાયમાં રહેતા રહેતા આ શકિતને સંવર્ધીત અને પોષિત કરીએ એ જ સજ્જન શકિત પાસે અભિલાષા.

 આ તકે પૂ. રમેશભાઇ ઓઝાએ જણાવ્યુ હતુ કે જેમનામાં માત્ર વિકૃતિ છે એ દાનવ જયારે વિચાર પુર્વક વર્તન કરે છે એ દેવ. આજે આ પ્રબુદ્ધ મિલનમાંથી આવતિકાલે કંઇક અનેકો બનિ પ્રગટ થશે એટલે વાવવા આવ્યો છું. અહીંથી નિપજેલો પાક રાષ્ટ્રને સમૃદ્ધ બનાવશે. વિચારોનાં આદાન પ્રદાનથી પ્રબુદ્ધ ગોષ્ઠીનું મહત્વ છે. આપણાં વિચારો સદસંકલ્પમાં પરિવર્તિત થાય એનું મહત્વ...તનમે મનઃ શિવ સંકલ્પ મસ્તુ  હું નથી એનો અનુભવ કરનાર પણ હું જ છું. તમે જાગૃત અને સુષુપ્તિમાં પણ છો. સત્ય સાથે જોડાવ તો તમે સજ્જન છો. સત્ય એ જ શિવ અને એ જ સુંદર.હિંમ્મતપુર્વક સત્યનું સમર્થન કરવુ.રોમારોલાએ કહેલુ જે સત્નો થયો એ સજ્જન. સજ્જનોની નિષ્ક્રિયતા ઘાતક. ક્રિષ્ન પણ યુધ્ધનાં મેદાનમાં સક્રિય રહેલા. ઘૃતરાષ્ટ્ર અને હિતરાષ્ટ્ર, જેનું છીનવાયુ છે એ સજ્જનો જાગૃત નથી...કુરુક્ષેત્રના યુદ્ધમાં શંખનાદ કૌરવોએ કરેલો તો પણ પાંડવો શાંત ત્યારે કૃષ્ન ભગવાને શંખનાદ કર્યો..પછી પાંડવોએ યુદ્ધ કર્યુ. વ્યકિત સજ્જન બને , સજ્જન વ્યકિત સક્રિય બને ...કૃષ્ણએ સજ્જનોમાં સક્રિયતા શંખનાદથી લાવેલી...સજ્જન શકિત માટે વેણુનાદ અને દુર્જનોને ભગાડવા શંખનાદ. આ બંન્ને નાદનું મહત્વ. આ માટે વિચાર...વિચારમાં સત્ય હોય....સત્કર્મ, સદભાવ અને સદવિચારી વ્યકિત સત્યનો થઇ જાય અને સત્ય ધારણ કરે. અણ છેડ્યા મુર્ખ ભલા, છેડ્યા ભલા સજાણ...અર્જુન વિષાદ યોગમાં અર્જુનનો વિષાદ સાંભળ્યા પછી કૃષ્ણએ ગુસ્સામાં કાયર કહ્યો અને કહ્યુ ઉતિષ્ઠમ પરમ્ તપઃ યુદ્ધાય કૃતનિશ્ર્ચય...આ ફકત ગાદીની લડાઇ નથી. પરંતુ ધર્મની લડાઇ છે. સજ્જન તરીકે તારુ કાર્ય છે લડવાનું. અહીં કર્તવ્ય બૌદ્ધ કરાવ્યો.સક્રિય થયા પછી સજ્જન શકિત સંગઠીત બને...સંઘે શકિતઃ કલયુગે...ગીતાએ સજ્જનશકિતને ભગવાન ક્રિષ્નએ ભરેલો ચિટીંયો...હે સજ્જન ઉઠ દેશ સામે તકલીફ હોય ત્યારે મેદાનમાં આવ...ફકત ડ્રોઇંગરુમમાં બેસી અખબાર વાંચી ચર્ચા કરવાથી નહી ચાલે...અમે એક સારા નાગરીક છીએ એટલું પુરતુ નથી પણ તમે સમાજ માટે ઉપયોગી હોવા જરુરી છે.ધર્મ અને અધ્યાત્મ જગતે ગરીબીને ગ્લોરીફાઇ કરી...ધનવાન બનવું જો ખરાબ હોત તો રામ મહેલમાં ન રહેત , કૃષ્ણએ સોનાની દ્વારીકા બનાવી...ધનવાન બનવુ પણ એટલું જ સારુ છે...અર્થ પણ દેવ છે. ઘર્મ સહિત અર્થ કામ, અર્થ સુખ આપશે...મોક્ષ આપશે..

 કાર્યક્રમને સંગને સફળ બનાવવા માટે  મુકેશભાઇ મલકાણ, ડો.જીતેન્દ્રભાઇ અમલાણી, કેતનભાઇ વસા, મનિષભાઇ શાહ અને સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી.  

(3:46 pm IST)