Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

મ.ન.પા કચેરીએ કોરોના સહાય માટે મૃત્યુના કારણનું પ્રમાણ પત્ર મેળવવા લોકોનો ધસારો

રાજકોટઃ તાજેતરમાં રાજય સરકાર દ્વારા કોરોના મહામારીને કારણે અવસાન પામનાર વ્યકિત માટે રૂ.૫૦ હજારની સહાય આપવાનું જાહેર કરવામાં આવેલ છે. રાજય સરકાર દ્વારા આ સહાય માટે મૃત્યુનાં કારણ દર્શાવતુ પ્રમાણ પત્ર ફરજીયાત કરવામાં આવ્યુ છે. મ.ન.પા દ્વારા આ પ્રમાણપત્ર આપવાની વ્યવસ્થા સેન્ટ્રલ, વેસ્ટ અને ઇસ્ટ ઝોનએ કરાઇ છે ત્યારે સીવીક સેન્ટરોમાં સવારથી દરરોજ સંેકડો લોકો પ્રમાણપત્ર માટે લાંબી લાઇનો લગાવી રહ્યા છે. અપુરતો સ્ટાફ અને અપુરતી વ્યવસ્થાનાં કારણે લોકો અને સ્ટાફ વચ્ચે રકઝકનાં દ્રશ્યો રોંજીદા બન્યા છે.ત્યારે તંત્ર દ્વારા આ બાબતે સુચારૂ વ્યવસ્થા ગોઠવી જરૂરી છે. તસ્વીરમાં કોરોના સહાય માટે મૃત્યુનાં કારણનું પ્રમાણપત્ર મેળવવા સેન્ટ્રલ ઝોન કચેરીનાં સીવીક સેન્ટરમાં લોકોની લાંબી લાઇનો લાગી હતી તે નજરે પડે છે.(તસ્વીરઃ અશોક બગથરીયા)

(5:03 pm IST)