Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

કુતરાઓના ખસીકરણ પાછળ લાખોનો ધુમાડો છતા...

શિયાળામાં કુતરાઓનો ઉપાડોઃ ડોગબાઇટના ર૮૯ કેસ

અઠવાડીયામાં શરદી-ઉધરસ-તાવના ૧ હજારથી વધુ દર્દીઓ મ.ન.પા.ના ચોપડે નોંધાયા

રાજકોટ તા. રર :.. શિળાયાની ઠંડી શરૂ થતાં શેરીઓનાં કુતરાઓનો ઉપાડો પણ વધ્યો છે. કેમ કે છેલ્લા એક અઠવાડીયામાં કુતરાઓ કરડવાનાં ર૮૯ કેસ મ.ન.પા.નાં ચોપડે નોંધાયા છે.

આ અંગે મ.ન.પા.નાં આરોગ્ય વિભાગે સત્તાવાર યાદી મુજબ ૧પ થી ર૧ નવેમ્બર સુધીનાં છેલ્લા અઠવાડીયામાં મ.ન.પા.નાં આરોગ્ય કેન્દ્રોમાં કુતરા કરડવાનાં ર૮૯ કેસ નોંધાયા છે. જે અસામાન્ય કહી શકાય તેમ હોઇ આ બાબત ચિંતાજનક બની છે.

અત્રે નોંધનીય છે કે, મ.ન.પા. દ્વારા છેલ્લા ૧પ વર્ષથી રખડુ કુતરાઓનો ત્રાસ દુર કરવા. કુતરાઓને પકડી અને તેનું ખસીકરણ કરવાની યોજના ચાલુ છે. પરંતુ આમ છતાં હજૂ પણ રખડુ કુતરાઓમાં ત્રાસ શેરી-ગલીઓમાં યથાવત હોવાની ફરીયાદો યથાવત છે.

નોંધનીય છે કુતરાનાં ખસિ કરણ માટે ખાનગી એજન્સીને કોન્ટ્રાકટ અપાયો છે. જેને ૧ કુતરા માટે રૂ. ૪૦૦ થી વધુનો ચાર્જ મ.ન.પા. દ્વારા આપવામાં આવી રહ્યો છે આમ કુતરા પાછળ લાખો રૂપિયા ખર્ચાઇ રહ્યા છે. છતાં સમસ્યા ઠેર ની ઠેર ની કેમ છે ? તેવા સવાલો ઉઠી રહ્યા છે.

શરદી-તાવનાં

૧૦૦૦ થી વધુ કેસ

દરમિયાન અન્ય રોગચાળો પણ યથાવત હોવાનું નોંધાયુ છે કેમ કે તા. ૧પ થી ર૧ નવેમ્બર દરમિયાન શરદી-ઉધરસના કેસ ૬૯પ તેમજ સામાન્ય તાવના કેસ ૪૪ર અને ઝાડા-ઉલ્ટીના કેસ-૩૯, મળી કુલ ૧૧૭૬ જેટલા દર્દીઓ નોંધાયા હતાં.

(3:44 pm IST)