Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

લોહાનગરમાં ડામર રોડની સમસ્યા ઉકેલાઇ : રસ્તા કામનો પ્રારંભઃ

રાજકોટ : વોર્ડ નંબર સાતમાં લોહાનગર વિસ્તાર ખાતે વર્ષોથી વણ ઉકેલ ડામર રોડના પ્રશ્નનો નિવેડો, ડામર રોડનું ખાતમુર્હત કરતા વોર્ડ નંબર સાતના સર્વે કોર્પોરેટરો ડો. નેહલ શુકલ, દેવાંગ વ્યાસ, જયશ્રીબેન ચાવડા, કિરીટભાઇ પાંધી વર્ષાબેન પાંધી, પ્રવીણભાઇ ચાવડા તેમજ વોર્ડના સર્વે આગેવાનો વોર્ડ નંબર સાતના બીજેપી પ્રમુખ રમેશભાઇ દોમડીયા, ભાગુમાડી વોર્ડ નં. એન્જિનિયર પાટેલીયા, ધીરેન દોમડીયા વગેરેએ આ કામ શરૂ કરવા માટે ખૂબ જહેમત ઉઠાવી હતી. સ્ટેન્ડિંગ કમીટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ તેમજ કશ્યપભાઇ શુકલએ પણ અંગત રસ લીધો હતો. તસ્વીરમાં રસ્તાકામનો પ્રારંભ થયો તે નજરે પડે છે.

(3:39 pm IST)