Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

વોર્ડ નં.૧૧,૧ર,૧૩,૧૪ નો શહેરી કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયોઃ

રાજય સરકાર દ્વારા હાથ ધરાતી અનેક વિધ લોકઉપયોગી યોજનાઓ પ્રવૃતિઓ તથા વહીવટ પરત્વે પ્રજાજનોના પ્રશ્નોના ન્યાયીક ચોકકસ તથા ઝડપી ઉકેલ માટે રાજય વ્યાપી સેવા સેતુ કાર્યક્રમમાં સાતમાં તબકકાનો પ્રારંભ કરવામાં આવેલ છે જે અંતર્ગત મહાનગરપાલિકા, જુનાગઢ દ્વારા શહેરકક્ષાના વોર્ડ નં. ૧૧,૧ર,૧૩, ૧૪ ની જાહેર જનતા માટેસેવાસેતુ કાર્યક્રમ શામળદાસ ગાંધી ટાઉન હોલ જુનાગઢ ખાતે મેયર ધીરૂભાઇ ગોહેલ  કમિશનર  રાજેશ એમ.તન્ના, સ્થાયી સમિતિ ચેરમેન રાકેશભાઇ કોર્પોરેટર વાલભાઇ, આમછેડા, જયેશભાઇ ધોરાજીયા, પલ્લવીબેન ઠાકર, આદ્યશકિતબેન મજમુદાર, હર્ષાબેન, ડાંગર, ભાવનાબેન, હીરપરા, નાયબ કમિશનર જે.એન.લીખીયા, આસી.કમિશનર જયેશભાઇ પી.વાજા, ચીફ ઓડીટર, એમ.કે. નંદાણીયાની હાજરીમાં યોજાયો હતો.રાજય સરકાર દ્વારા પારદર્શક, સંવેદનશીલ વહીવટી તંત્રને વેગવંતુ બનાવવાના હેતુથી રાજય સરકારના વિવિધ વિભાગો તથા મહાનગરપાલિકા તંત્ર દ્વારા અનેકવિધ યોજનાઓ સહાયો જાહેર સેવાઓને લગતા પ્રશ્નો વગેરે બાબતે કુલ રર સ્ટોલ કાર્યરત હતા સરકારના જુદા-જુદા ૧૩ વિભાગોની પ૬ યોજના હેઠળ લાભ આપવામાં આવેલ જેમાં આધારકાર્ડ નોંધણીમાં અમૃતકાર્ડ નોંધણી જન્મ-મરણ નોંધણી, સખી મંડળ, જનધન યોજના મામલતદાર કચેરી દ્વારા રેશનકાર્ડમાં઼ નામ ફેરફાર આવકના દાખલા જાતીના દાખલા જુદી-જુદી બેંકો દ્વારા ખાતા ખોલવા, વિજળીકરણ, સ્વરોજગાર યોજના ગુજરાત એસ.ટી.નિગમ દ્વારા માસીક પાસ તથા ઓનલાઇન રીઝર્વેશન વગેરે બાબતોના સ્ટોલ કાર્યરત કરવામાં આવેલ છે અને વ્યકિતલક્ષી રજુઆત પણ ધ્યાને લઇ તેનો નિકાલ કરવામાં આવેલ તેમજ આ કાર્યક્રમ દરમ્યાન શહેરીજનો દ્વારા જુદા-જુદા વિભાગોની કુલ-રપ૭૪ અરજી કરવામાં જેમાંથી તમામ અરજીઓનો સ્થળ ઉપર જ હકારાત્મક નિકાલ કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં લાભર્થીઓને લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર, જન્મનું પ્રમાણપત્ર તથા ગુમાસ્તા ધારાહેઠળ પ્રમાણપત્ર આવકનો દાખલો, માં કાર્ડ, આધાર કાર્ડ જેવી અનેક યોજનાઓનો લાભ લાભાર્થીઓને સ્થળ ઉપર એનાયત કરવામાં આવેલ છે. આ કાર્યકરમમાં ઇલેકટ્રીક, ઇજનેર હાજાભાઇ ચુડાસમાં,ઓફીસ સુપ્રિ.જીગ્નેશભાઇ પરમાર, સ્ટોર કીપર ભરતભાઇ મુરબીયા તેમજ મહાનગરપાલિકાના અધિકારીઓ/કર્મચારીઓ તેમજ રાજય સરકારના વિવિધ વિભાગના કર્મચારીઓ અને શહેરીજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન ડે.કમિશનર જે.એન.લોખીયા દ્વારા અને સમગ્ર સંચાલન હારૂનભાઇ વિહળે કર્યુ અને આભારવિધિ આસી.કમિશનર જે.પી.વાજા દ્વારા કરવામાં આવી હતી.

(3:34 pm IST)