Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

કોલીથડમાં સ્વ. વલ્ભભાઇ પટેલની પૂણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલી કરતાઃ બ્રિજેશ મેરજા

રાજકોટ, તા. રર :  કોલીથડ ગામે પૂર્વ આરોગ્યમંત્રી વલ્લભભાઈ પોપટભાઈ પટેલની ૩૨મી પુણ્યતિથિ એ પુષ્પાંજલિ પાઠવતા મંત્રી  બ્રિજેશભાઈ મેરજા.  પુષ્પાંજલી કરેલ. વલ્લભભાઈ સહકારી ક્ષેત્ર મા છોટે સરદાર તરીકે જાણીતા  હતા તેમણે ખેડૂતોના ઉત્કર્ષ અને ઉન્નતિ માટે ખૂબ સેવાકીય સહકારી પ્રવૃત્તિઓ કરી હતી નાફેડ સહિતની સહકારી સંસ્થાઓના પાયાના સહકારી આગેવાન રહ્યા હતા સર્વે સમાજને સાથે રાખીને તેઓએ લોકોના કલ્યાણ માટે રાજ્ય સરકાર વતી કામગીરી કરી હતી ૨૨ વર્ષની ઉંમરે મંત્રી  મેરજા તે વખતે વલ્લભભાઈ સાથે તેમના પી.એ તરીકે જોડાયા હતા દસ વર્ષ જેટલા વિશાળ સમયગાળા તેમના સાથી ધગશ નિષ્ઠા પ્રામાણિકતા સંબંધો સાચવવાની કળા સૌને સાથે રાખવાની તેની પ્રેરણા તેમને મળી હોવાનું   મેથ્યુએ જણાવ્યું હતું કોલીથડ ખાતે વલ્લભભાઈ ની પ્રતિમા ને પુષ્પાંજલિ પાઠવી   બ્રિજેશ મેરજાએ તેમને કૃતઘ્નતા ભાવ વ્યકત કર્યો હતો   વલ્લભભાઈ ની સહકારી પ્રવૃતિઓની કર્મભૂમિ અને જન્મભૂમિ ખાતે ચરણોમાં વંદન કરતા મંત્રી  બ્રિજેશ મેરજા પ્રધાનમંત્રી   નરેન્દ્રભાઈ મોદી અને મંત્રી   ભુપેન્દ્રભાઈ પટેલ ની રાહબરી હેઠળ સરકાર ખેડૂતો માટે અને સહકારી પ્રવૃત્તિઓ સારી રીતે આગળ રહે તે માટે પ્રયત્નશીલ હોવાનું  જણાવ્યું હતું કોલીથડ સહકારી મંડળીના ના પ્રમુખ   રમેશભાઈ સાવલિયા જિલ્લા પંચાયત સદસ્ય   સહદેવસિંહ તાલુકા પંચાયત સભ્ય   ભાવિનભાઈ જ્યોતિરાદિત્ય સિંહ જાડેજા અલ્પેશભાઈ ઢોલરીયા તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી ના હસ્તે કોલીથળ સહકારી મંડળીના સભ્યો ના પરિવારજનોને અકસ્માત બિમારી અનુલક્ષીને ચેક સહાય આપવામાં આવી હતી. 

(3:34 pm IST)