Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

જાગનાથ જિનાલયની પમી વર્ષગાંઠ નિમિતે કાલથી ત્રિદિવસીય મહોત્સવ

રાજકોટ તા. રરઃ જાગનાથ શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ નિર્મિત શ્રી ધર્મનાથજી જીનાલયની પ મી વર્ષગાંઠ નિમિતે ભવ્યાતિભવ્ય ત્રિદિવસીય મહોત્સવ પ. પૂ. આ. દેવશ્રી મદ્દ વિજય યશોવિજયસૂરીશ્વરજી મ. સા. આદી સાધુ-સાધ્વીજી ભગવંતોની નિશ્રામાં ઉજવાશે.

તા. ર૩ના મંગળવાર સવારે ૯ થી ૧૧ ''સ્નાત્ર મહોત્સવ'' રાત્રે ૮-૩૦ થી ૧૦-૦૦ ભકિત સંગીત, તા. ર૪ના બુધવારના સવારે ૯ થી ૧ર ''શ્રી અઢાર અભિષેક રાત્રે ૮-૩૦ થી ૧૦ ભકિત સંગીત, તા. રપના ગુરૂવારે  સવારે ૯ થી ૧ ''શ્રી જ્ઞક્રસ્તવ (શું) રાત્રે ૮-૩૦ થી ૧૦-૩૦ ભકિત સંગીત થશે. વિધિકાર તરીકે ધર્મેન્દ્રભાઇ (બરોડા), સંગીતકાર તરીકે દિનેશભાઇ પારેખ સેવા આપશે.

ત્રણેય દિવસ પરમાત્માને અદ્દભૂત અંગરચના આંગીથી સુશોભન કરવામાં આવશે. રંગબેરંગી રંગોળીથી રચનાઓ કરવામાં આવશે. આંગીકાર નલીનીબેન શાહ (સુરેન્દ્રનગર) અન્ય સુશોભન રંગોળી બીનાબેન શાહ કરશે.

મુખ્ય લાભાર્થી પરિવાર ધર્મીષાબેન ભાવીનભાઇ મહેતા અને સહ લાભાર્થી પરિવાર રીટાબેન દીનેશભાઇ પારેખ, કોમલબેન દિલેશભાઇ શાહ, હંસાબેન હેમેન્દ્રભાઇ શાહ, રાખીબેન મિલનભાઇ શાહ, નિર્મળાબેન રતીલાલ મહેતા, યશુબેન મહેન્દ્રભાઇ ભીમાણી, પુષ્પાબેન રજનીકાંત શેઠ, જયોતિબેન લલિતભાઇ બખાઇ છે.

ત્રણેય દિવસના કાર્યક્રમ અંગે સંઘનું ટ્રસ્ટી મંડળ કાર્યરત છે. સકલ સંઘે પધારવા સંઘ પ્રમુખ દિનેશભાઇ પારેખની યાદીમાં જણાવેલ છે. 

(3:33 pm IST)