Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

વર્લ્ડ પાઇલ્સ ડે

હરસ-મસાના રોગ વિષે જાણીએ અને તકેદારીઓ સમજીએ

રાજકોટ : આપણા ગુજરાતીમા કહેવત છે કે પહેલું સુખ તે જાતે નર્યા. જો તમારૂ શરીર નરવું હશે તો તમામ સુખ તમારા દાસ છે. આજે પાઇલ્સ ડે નિમિતે હરસ, મસા-પાઇલ્સ વિષે સવિસ્તાર તેના થવાના કારણો, તેના લક્ષણો, હરસથી બચવાના અને ન થાય તે માટેની પરેજી, તેની વૈજ્ઞાનિક સચોટ સારવાર અને હરસની સારવાર માટે આપણા માનસમા પ્રવર્તી રહેલી પ્રચલિત ગેરમાન્યતા, અંધશ્રદ્ધા વિશે વિગતો જાણીએ.

હરસ મસા એટલે શું ?

આપણા મળમાર્ગમાં રહેલી લોહીની નળીઓ રોજ બરોજ કબજીયાતના પ્રેશરના કારણે તેમજ લાઇફ સ્ટાઇલ તેમજ વારસાગતને કારણે ત્યાંની મળ માર્ગની ત્વચા-મ્યુકોઝાની નીચે રહેલી નળીઓ ફુલાઇને ગંઠો આચળ જેવું જે બને તેને હરસ કહેવામાં આવે છે. હરસ મસાએ મળમાર્ગમાં થતો અતિકષ્ટકાયક વ્યાધિ છે. જેમાં ખાસ કરીને અસહ્ય દુઃખાવો, બળતરા તથા લોહી પડે છે. આ આચળ ગઠાને આપણે ગુજરાતીમાં હરસ-મસા-હીન્દીમાં બવાસીર-સંસ્કૃતમાં અર્સ અંગ્રેજીમાં પાઇલ્સ મેડીકલમાં હેમોરોઇડસ લેટીનામાં પીલા કહેવાય છે

હરસ થવાના કારણે

કબજીયાતને સર્વે રોગની જનની માતા કહી છે હરસ થવામાં પણ મુખ્ય કારણ કબજીયાત છે. તેથી પહેલા તો કબજીયાત કરે તેવા આહારવિહાર છોડવા, બંધ કરવા, આજની લાઇફસ્ટાઇલ, મળમાર્ગના રોગોને નોતરે છે. પ્રવાહી, છાશ, દૂધ, પાણી, ફુટ, સુપ, જયુસ વધારે લેવા. તેમજ પાન, બીડી., તમાકુ, ફાકી બંધ કરવા. કબજીયાત કરે તેવો આહાર તેમજ તીખું, તળેલું તમતમનું અને મસાલાવાળો ખોરાક ઓછો લેવો. ખોરાકનું અનિયમિતતા, ફાઇબરલેસ ડાયેટ અને ફાસ્ટ ફુડ, જંકકુડનું વધતું જતુ પ્રમાણ, બેઠાડુ જીવન, કસરતનો અભાવ, ચિંતા, ક્રોધ અને ઉજાગરા, સંડાસમાં અતિશય જોર કરવાની ટેવ, વારંવાર સંડાસ જવાની ટેવ, તેમજ વારંવાર ઝાડા અને મરડો થવો, લેડીઝમાં પ્રેગ્રેન્સી દરમ્યાન તેમજ વારસાગત વગેરે કારણોથી હરસ થાય છે.

હરસ-ફીશર ભંગદરમાં જોવા મળતા સામાન્ય લક્ષણો

મળત્યાગ વખતે મળમાર્ગમાં દુઃખાવો, બળતરા અથવા રકતસ્ત્રાવ થવો. કાયમી કબજીયાત, ગેસ ટ્રબલ, અપચો રહેવો. બેસવામાં તકલીફ થવી. દુઃખાવો થવો. મળમાર્ગમાં ખંજવાળ આવવી, રસી નીકળવા, ચીકાશ આવવી કે ભીનું લાગવું. વારંવાર મળમાર્ગની આસપાસ ગડગુમડ જેવું થઇને રસી નીકળવી. વારંવાર મરડો અથવા ઝાડા થવા. સંડાસ માટે કાયમી જુલાબ કે રેચક દવા લેવાની જરૂર પડે છે. ભુખ ન લાગવી, જમ્યા પછી પેટમાં ભારે લાવવું ગેસ ટ્રબલ રહેવી, શરીર ફીકકુ રહે. શરીર આખું દુઃખે, પીંડીમાં કમરમાં દુઃખાવો રહેવો. મળત્યાગ કંટ્રોલ ન હોવો, લાંબા સમયે મળમાર્ગ નબળો પડવો.

સોનેરી સુચનો અને જરૂરી પરેજી

મળમાર્ગના રોગો માટે જવાબદાર એવી કબજીયાતને અવગણશો નહીં. કાયમી કોઇ પણ જાતના જુલાબ કે રેચક દવા લેવીએ અત્યંત હાનિકારક છે. કુદરતી હાજતના વેગને ગમે તેવા સંજોગોમાં રોકશો નહીં. ભુખ લાગે ત્યારે ફળ અને શાકભાજી સુપાચ્ય આહાર પુરતા પ્રવાહી સાથે લેવાથી કબજીયાત અટકે છે. ઉકાળેલું કે ફીલ્ટર કરેલુ પાણી રાત્રે સુતા પહેલા બે ગ્લાસ અને સવારે ઉઠીને નરણા કોઠે બે ગ્લાસ પીવું. દરરોજ સવારે એક વખત સંડાસ જવાની નિયમીત ટેવ પાડવી. સંડાસ જતા જોર ન કરવું, ઉંડા શ્વાસોશ્વાસ લેવા થોડો સમય બેસવું ઉતાવળ ન કરવી દરરોજ સવારે બે થી ત્રણ કિલોમીટર ચાલવું. વધુ પડતો તીખો-તળેલો, ચીકણો, બેકરીનો અને કબજીયાત કરે તેવો ભારે આહાર લેશો નહી. પાન, બીડી, તમાકુ, સોપારી, જર્દો, દારૂ લેવા નહી. ઝાડો ચીકાશ વગર, બંધાયેલો કોઇપણ જાતની બળતરા કે દુઃખાવા વિના સંતોષપૂર્વક થાય એ સ્વાસ્થ્યની નિશાની છે. મળમાર્ગમાં રકતસ્ત્રાવ, દુઃખાવો, બળતરા, ખંજવાળ આવે અથવા મળમાર્ગની આસપાસ ફોલ્લા અથવા ગડગૂંમડ થાય, રસી આવે, ચીકાશ આવે અથવા મળત્યાગ સમયે કોઇ ભાગ દેખાય તો તુરત નિષ્ણાંત ડોકટરની સલાહ લેવી જોઇએ.

સરળ -સચોટ વૈજ્ઞાનિક સારવાર

એડવાન્સ ટેકનોલોજી ફોર પ્રોકટોલોજી, એડવાન્સ સાયન્સ પ્રમાણે નવીનવી ટેકનોલોજી દ્વારા સારવાર થાય છે. જેમાં હાલની સૌથી એડવાન્સ ટેકનોલોજી આ પ્રમાણે છે.

અલ્ટ્રાસોનીક હાર્મોનિક ફોકસ (ઇથીકોન કંપની અમેરીકા

અલ્ટ્રાસોનીક હાર્મોનીક ફોકસ સ્કાલપેલ ટોટલી ઓટોમેટીક મશીન છે જેની ડીઝાઇન એકદમ કોમ્પેકટ છે. તેમાં એવો કોમ્પ્યુરાઇઝડ સોફટવેર પ્રોગ્રામ છે. જેમાં કોઇ નવા રિસર્ચ ભવિષ્યમાં થાય તો તે સોફટવેર પ્રોગ્રામ તેમજ અપડેટ થઇ શકે છે.

 

એકદમ પરફેકટ અને માઇક્રો ડિસેકશન થઇ શકે છે. લાર્જ વેસલ -લોહીની નળીને પણ સીલીંગ કેપેસીટી ધરાવે છે. આ મશીન ટચ સ્ક્રીનથી ઓપરેટ થાય છે. આ મશીનના મુખ્ય ફાયદા એ છે કે તેમાં અલ્ટ્રાસોનીક દ્વારા સીલીંગ સાથે જ કટીંગ કરે છે. તેમાં ઇલેકટ્રીસીટીનો ઉપયોગ ન થતો હોવાથી બીજી બધી જ ટેકનોલોજી કરતા આજુબાજુના ટીસ્યુ મ્યુકોઝા ચામડીને નહીવત ડેમેજ કરે છે. જેથી બ્લડ લોસ અને બર્નીંગ નહીવત થાય છે. અને હીલીંગ ઝડપથી થાય છે. બેભાન કરવાની કે દાખલ થવાની જરૂર પડતી નથી. આ અતિ લેટસ્ટ મશીન ગુજરાતમાં સૌપ્રથમ રાજકોટમાં એસ્ટ્રોન ચોક ખાતે આવેલ સુશ્રૃત હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. સરળતાથી સફળતાપૂર્વક આ મશીનથી સારવાર અપાઇ રહી છે. કોમ્પલીકેશન રેઇટ ૨ થી ૩ % છે.

PPH - (Prosigor for Prolapse Heamoroidal) પ્રોસીજર ફોર પ્રોલેપ્સ પાઇલ્સ

MIPH -(Minimize Invasive Prosiger for Heamoroidal) મીનીમાઇઝ ઇન્વાસીવ પ્રોસીજર ફોર પાઇલ્સ

આ મશીન દ્વારા ફકત અંદરના ફોર્થ ડિગ્રીના મોટા હરસની સ્ટેપલીંગ એન્ડ કટીંગ દ્વારા સારવાર કરવામાં આવે છે. આ મશીન સ્ટેપલર મશીન કહેવાય છે. જોન્સન એન્ડ જોન્સન કંપની દ્વારા મશીન બનાવવામાં આવે છે. સ્ટેપલરની જેમ જ અંદરના મોટા હરસને કાપીને બંને છેડાને સ્ટેપલરની જેમ ચોટાડી દેવામાં આવે છે. આ પધ્ધતિમાં ચાર મેજર કોમ્પલીકેશન થવાથી ઉપયોગ ઓછો થાય છે. હરસને આ મશીનથી બહારના મસાની સારવાર થતી નથી. તેના ચાર મેજર કોમ્પ્લીકેશન પણ થઇ શકે છે જે આ પ્રમાણે છે. (૧) એનોરેકટલ સ્ટેનોસીસ (૨) પેલવીરેકટલ ફીશચ્યુલા (ભગંદર) (૩) પ્રોફુયુસ બ્લીડીંગ -વધારે પડતુ લોહી પડવું. (૪) ઇનકોન્ટીનન્સ -મળ ત્યાગનો કંટ્રોલ જતો રહેવો.

DGUHAL (Doplar Guided Uttrasonic Heamoroidal Artery Ligation) હેલ ટેકનોલોજી :

જાપાનના સર્જન ડો.કે.મોરી નાગાએ ૧૯૯૫માં હરસ-મસાના દર્દીની સારવાર માટે આધુનીક ટેકનીક મશીનની મદદથી હરસને પોષણ આપતી લોહીની નળીઓને આવાજના મોજાની મદદથી શોધીને બંધ (લાઇગેશન) કરવામાં આવે છે. તેના માટે તેમણે એક નવું જ મશીનનું સંશોધન કર્યું જેને ટુંકમાં HAL હેલ ટેકનોલોજી કહે છે. વિકસીત દેશોમાં ખૂબ સફળ થયેલ છે. આ અમેરીકન જાપાનીઝ ટેકનીકથી હિમોરોડલ આર્ટરીને ડોપલર ગાઇડેડ અલ્ટ્રાસોનીક મશીન દ્વારા લાઇગેશન કરવામાં આવે છે. જેનાથી અંદરના હરસ ધીમે ધીમે સુકાય જાય છે. નેફ્રોસીસ થઇ જાય છે. આના રીજલ્ટ ખૂબ સારા છે. હોસ્પીટલમાં દાખલ થવાની જરૂર નથી.

I.R.C (Infra red coagulation) : જર્મન ટેકનીકની હિમોરોડલ આર્ટરીને કોએગ્યુલેશન (લોહીની નળીને સુકવી નાખીને) હરસને પોષણ -બ્લડ ન મળતા ધીમે ધીમે અંદરના હરસ સુકાઇ જાય છે. આ પ્રોસીઝરના રીઝલ્ટ પણ સારા છે. આમાં પણ બેભાન કરવાની કે દાખલ થવાની જરૂર પડતી નથી. વિકસીત દેશોમાં સરળ અને સફળતા ટેકનોલોજી સાબિત થયેલ છે.

વેસલ સીલર RFC-CO2: લેસર ટેકનીકથી બહારના મસાને નહીવત દુખાવાથી માઇક્રો કટીંગ સુધી કટ કરવામાં આવે છે. થોડા સમયમાં જ ઓપરેશન કરવામાં આવે છે. આ ટેકનોલોજીમાં ઇલેકટ્રીસીટીના લીધે બર્નીંગ થાય છે. રૂઝ થોડી ધીમી આવે છે અલ્ટ્રાસોનીક જેવા સારા પરિણામો મળતા નથી.તેથી વિકસીત દેશોમાં સ્વીકાર કે સ્વીકૃત થયેલ નથી.

આ સિવાય પહેલા ઉપયોગમાં લેવાતી સારવાર પધ્ધતિ જેવી કે, સબમ્યુકોઝલ સ્કેલેરોજન્ટ ઇન્જેકશન, રબરબેન્ડ લીગેશન પધ્ધતિ

કાચો સર્જરી -નાઇટ્રોજન ગેસથી ઠંડા કરીને શીતદગ્ધથી હરસને સુકવવા સકસન આર.બી.-સકશન દ્વારા રબ્બરબેન્ડ લીગેશન, ક્ષારસુત્ર સારવાર- હરસને ક્ષારસુત્રથી હરસને મુળમાંથી બાંધવા, ઓપરેશન સર્જરી સારવાર વગેરે હરસ માટે સારવાર પધ્ધતિ પ્રચલિત છે.

હરસની સારવાર માટે આપણા માનસમાં પ્રર્વતતી પ્રચલીત ગેરમાન્યતા-અંધશ્રધ્ધા

જેમ કે હરસને શરીર પર ડામ દેવાથી મટાડી શકાય છે. ઘણા લોકો માનતા / દિવા માને છે. હરસને મંત્રાવે છે. મંત્રેલી ચા પીવે છે. હરસને પાણીમાં બેસાડીને ખેરવી નાખે છે. મંત્રેલ પાણીમાં બેસાડે છે. હરસ ચેકીંગ વગર (તપાસ્યા વગર), દુઃખાવા વગર, ઓપરેશન વગર, પોસ્ટથી દવા મોકલવી જેવી લોભામણી જાહેરાતથી દર્દીને છેતરે છે. તેનાથી દુર રહેવું જોઇએ કારણ કે તપાસ્યા વગર સારવાર કરવાથી ઘણી વાર હરસ-મસા ન હોય અને બીજા ઘણા કારણોની -મળમાર્ગમાં લોહી પડેછે.જેમ કે આંતરડાનું અલ્સેરેટીવ કોલાઇટીસ-લીવરના રોગ, કેન્સર, ફીશર જેવા ઘણા કારણોથી મળમાર્ગમાં લોહી પડે છે. તેથી તપાસ્યા વગર નિદાન કરાવ્યા સિવાય સારવાર લેવાથી ઘણા દર્દીઓ માટે ઘાતક નીવડે છે. જાતે સેલ્ફ દવા લેતા હોય છે. ગમે ત્યાંથી જે તે દવા લેવી, ડોકટરની સલાહ વગર દવા લેવી હિતાવહ નથી. હરસની મંત્રની વિંટી પહેરે છે વગેરે.... ચાલીને જવાની માતાજીની માનતા માને છે.પણ ચાલવાથી હરસ-મસા વકરે છે.વડોદરાની નજીક તારાપુર ચોકડી પાસે, મધરોલમાં પાણીમાં બેસાડીને હરસ ખેરી નાખવાની ખોટી માન્યતા ખુબ પ્રચલીત છે. વગેરે અંધ માન્યતાથી આપણે સમજે દુર રહેવું જોઇએ.

આજના આધુનિક યુગમાં પણ હરસ-ફીશરના ઘણા દર્દીઓ-અનકવોલીફાઇડ ડોકટરો પાસે, એસીડ જેવા કેમીકલ લગાવીને ઓપરેશન કરાવે છે. જેમાં ખુબજ પીડાય છે. અને ભગંદર જેવા કોમ્પલીકેશન થાય છે.

ડો. એમ.વી.વેકરીયા

સુશ્રૃત હોસ્પિટલ, રાજકોટ

(2:42 pm IST)