Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

પોલીસ સાથેના મારામારીના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો

રાજકોટ,તા. ૨૨ : સને ૨૦૦૮ની સાલમાં ગ્રીનલેન્ડ ચોકડી ખાતે આરોપી પોતાની માલીકીનો હક ગ્રીનલેન્ડ ચોકડી ખાતે ઉભો રાખતા પોલીસ દ્વારા જણાવવામાં આવેલ છે ટ્રક સાઇડમાં રાખો અને ટ્રક લોક : એટલે કે ટ્રક એન્જીન લોક થઇ જતા ટ્રક ત્યાંથી ચાલી શકેલ નહીં જેથી આરોપીને પોલીસ સાથે મારામારીને અને બોલાચાલી થયેલ જે કેસ રાજકોટના જજશ્રી એસ.બી. શાહની કોર્ટમાં ચાલી જતા આરોપી દાદભાઇ ઇબ્રાહીમભાઇ ધાંચીને બીન તહોમત ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે.

આ કામમાં આરોપી વતી એડવોકેટ પંકજ એમ.જોષી રોકાયેલ હતા. 

(2:41 pm IST)