Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

સાંગણવા ચોક પાસે મકાનમાં દરોડોઃ તીનપત્તીનો જુગાર રમતા ૪ ઝડપાયા

એ-ડીવીઝન પોલીસનો દરોડો : મકાન માલીક સંજય, કીશોર, નવીનચંદ્ર અને યશવંતની ધરપકડ

રાજકોટ તા. ૨૨ : ત્રિકોણબાગ પાસે સાંગણવા ચોક પાસે એક મકાનમાં જુગાર ધામ ચાલતુ હોવાની બાતમીના આધારે એ-ડીવીઝન પોલીસે દરોડો પાડી જુગાર રમતા ચાર શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ સાંગણવા ચોક પાસે એબીસી મેડીકલવાળી શેરીમાં આવેલા એક મકાનમાં જુગાર ધામ ચાલતુ હોવાની એ-ડીવીઝન પોલીસ મથકના કોન્સ. સાગરભાઇ ગઢવીને બાતમી મળતા મકાનમાં દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા મકાન માલીક સંજય બાબુભાઇ ખાખરીયા, ગુંદાવાળી મેઇન રોડ પર મેટ્રો કોમ્પ્લેક્ષમાં રહેતા કિશોર પરસોત્તમભાઇ તન્ના, સાધુ વાસવાણી રોડ ટોપલેન્ડ સોસાયટી શેરી નં. ૪ના નવીનચંદ્ર અમૃતલાલ દોશી તથા ગુંદાવાડી શેરી નં. ૧૪/૪ના ખૂણે ગીરીરાજ એપાર્ટમેન્ટના યશવંત રતીભાઇ ઘોરડાને પકડી લઇ રૂ. ૧૪૦૯૦ની રોકડ તથા ત્રણ મોબાઇલ મળી રૂ. ૩૦૦૯૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.  આ કામગીરી પી.આઇ. સી.જી. જોષીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. જે.ડી.વસાવા, એએસઆઇ ભરતસિંહ ગોહિલ, હારૂનભાઇ ચાનીયા, વિરેન્દ્રસિંહ સાગરદાનભાઇ, હરપાલસિંહ, હરવીજયસિંહ દ્વારા કરવામાં આવી હતી.

(2:41 pm IST)