Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

રાજકોટ માર્કેટયાર્ડમાં મગફળીની વધુ ૭૦,૦૦૦ ગુણીની આવકઃ ભાવ યથાવત

વરસાદી વાતાવરણના કારણે આવકો બંધ કરાઇ'તીઃ ૧૧ દિ' બાદ મગફળીની આવક

રાજકોટ, તા., રરઃ રાજકોટ માર્કેટ યાર્ડમાં ગઇકાલે ૧૧ દિ' બાદ મગફળીની આવકો શરૂ કરાતા ૭૦,૦૦૦ ગુણીની આવકો નોંધાઇ હતી.

રાજકોટ યાર્ડમાં ૧૧ દિવસ પહેલા મગફળીની ચિક્કાર આવક થયા બાદ મગફળીના તમામ જથ્થાની ક્રમશઃ હરરાજી થઇ ગઇ હતી. નવી આવકો શરૂ કરાઇ તે પહેલા જ હવામાન ખાતા દ્વારા વરસાદની આગાહી કરાતા યાર્ડના સંચાલકો દ્વારા મગફળીની આવકો બંધ કરાઇ હતી.

દરમિયાન ગઇકાલે આવકો શરૂ કરાતા જ ગણત્રીના કલાકો મગફળીની ૭૦,૦૦૦ ગુણીની આવકો થઇ જતા યાર્ડના સંચાલકો દ્વારા નવી જાહેરાત ન કરાઇ ત્યાં સુધી મગફળીની આવકો બંધ કરાઇ હતી. યાર્ડમાં મગફળી જાડી એક મણના ભાવ ૮૮૦ થી ૧૧ ૭ર રૂપીયા તથા મગફળી જીણીના ભાવ ૮૩૫ થી ૧૧૮પ રૂપીયાના ભાવે સોદા પડયા હતા. મીલ ડીલીવરીમાં મગફળીના ભાવ ૧રપ૦ થી ૧ર૭૦ના ભાવે સોદા પડયા હતા.

મગફળીની પુષ્કળ આવકો છતા ભાવો યથાવત રહયાનું  અને મીલરો દ્વારા વ્યાપક ખરીદી શરૂ કરાઇ હોય મગફળીના ભાવો યથાવત રહયાનું વેપારી સુત્રોએ જણાવ્યું હતું. 

(12:47 pm IST)