Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

૨૫ નવેમ્બરે સાધુ વાસવાણીજીની ૧૪૦મી જન્મજયંતિઃ માંસરહિત દિન તરીકે ઉજવાશે

સાધુ ટી. એલ. વાસવાણીજી કરૂણાવતાર, કેળવણીકાર, એક મહાન કવિ, તત્વજ્ઞાની, સંત અને ગરીબો, પ્રાણીજીવમાત્રના સેવક હતા. ૧૯૩૩માં વાસવાણીજીએ ''મીરા મુવમેન્ટ ઇન એડ્યુકેશન'' નો પાયો નાખ્યો અને હૈદરાબાદમાં કન્યાઓ માટે ''સેન્ટ મીરા સ્કુલની'' સ્થાપના કરી. તેઓએ કન્યા કેળવણી (શિક્ષણ) પર ભાર મુકયો કારણકે તેઓ માનતા હતા કે જે દ્યરમાં સ્ત્રી શિક્ષિત હશે તે આખું કુટુંબ શિક્ષિત બનશે. તેઓ અભ્યાસમાં ચારિત્ર્ય નિર્માણ પર ભાર મુકતાં. ''સાદગી, સેવા, પવિત્રતા અને પ્રાર્થના''  તેમના મુખ્ય ચાર સિધ્ધાંતો (પાયા) છે. હાલમાં સાધુ , વાસવાણી મિશન માનવજાતની સેવા માટે શિક્ષણ, સ્વાસ્થય અને ચેરિટેબલ ક્ષેત્રે સમગ્ર વિશ્વમાં કાર્યરત છે. માંસ ખાવાથી થતી નુકસાનકારક અસરો વિશે લોકોમાં જાગૃતિ ફેલાવીએ અને ૨૫ નવેમ્બરનાં દિવસને ''માંસરહિત દિન'' તરીકે ઉજવીએ. ૨૫ નવેમ્બરના દિવસની પસંદગી પવિત્ર આત્મા સાધુ ટી. એલ. વાસવાણીજીને સન્માનવા માટે કરેલ છે. કારણકે ૨૫ નવેમ્બર ૧૮૭૯ નાં દિવસે સિંદ્યનાં હૈદરાબાદ પ્રાંતમાં આ મહાન સંત સાધુ ટી. એલ. વાસવાણીએ જન્મ લીધો હતો, અને તે પવિત્ર આત્માની યાદમાં ૨૫ નવેમ્બરનાં દિવસને ''માંસરહિત દિન'' તરીકે ઉજવવામાં આવે છે.

 ડો. રાજેન્દ્ર પચૌરી યુનાઇટેડ નેશન્સનાં આંતર સરકારી પેનલના અધ્યક્ષ (ચેરમેન). આબોહવા પરિવર્તનનાં મુદે ''વૈશ્વિક ઉષ્ણતા'' (ગ્લોબલ વોર્મિંગ) વિશે ચિંતા વ્યકત કરતા વિશ્વની જનતાને સપ્તાહમાં એક દિવસ માંસ ન ખાવાની સલાહ આપે છે. તેઓ માને છે કે વિશ્વમાં બદલતા વાતાવરણની સમસ્યાને ર્ં અસરકારક રીતે ઉકેલવા માંસ ન ખાવાનો પ્રયોગ એક અસરકારક ઉપાય પુરવાર થશે. તેમણે માંસની માથાદીઠ વપરાશ દ્યટાડવા પર પણ ભાર મુકયો છે.

 માસનો વપરાશ ઘટાડવાથી આપણે ઘણી બધી બિમારીઓ જેવી કે મેદવૃદ્ઘિ, હદયને લગતી બિમારીઓ, હાઇ બલ્ડ પ્રેશર, ડાયાબિટીસ અને અમુક પ્રકારના કેન્સર (ખાસ કરીને ફેફસાના કેન્સર) થી બચી શકાય છે. માસ શાકભાજી કરતાં મોંદ્યુ હોવાથી તેની વપરાશ ઘટાડવાથી નાણાની બચત પણ કરી શકાય છે. માસ ખાવાથી થતી બિમારીઓનો જોખમ ઘટવાથી દવાઓ પાછળ થતા ખર્ચને પણ બચાવી શકાય છે. અને આ રીતે સ્વાસ્થય અને પર્યાવરણ સુધારા દ્વારા આપણે દેશ માટે વધુ ઉપયોગી કાર્ય કરી શકીએ છીએ.

 આ સપ્તાહ ઉજવણી પ્રસંગે પક્ષીસેવા, દરિદ્રનારાયણ સેવા, પ્રભાત ફેરી, શાંતિકૂચ આ વિષય સંબંધે વકૃતત્વ સ્પર્ધા, શાકાહારી ભોજનથી તંદુરસ્તીના ફાયદાનું આયોજન કરેલ. આ તકે રાજકોટ મહાનગરપાલિકામાં વિદ્યાર્થી, શિક્ષકગણ, મેનેજમેન્ટ દ્વારા આ પ્રસંગ અનુરૂપ ૨૫ નવેમ્બરના દિવસે તમામ કતલખાના બંધ રાખવા તથા માસ, મછી વગેરેનો વેચાણ ન કરવા અપીલ કરાઇ છે.

 સાધુ ટી. એલ. વાસવાણીનાં જન્મદિવસ ૨૫ નવેમ્બરને ''માંસરહિત દિન'' તરીકે ઉજવવા   સાંજે ૫:૩૦ થી ૭  સાધુ વાસવાણી સત્સંગ હોલ, ૯ - ગાયકવાડી ખાતે કાર્યક્રમ રાખેલ છે.

બી.બી. ગોગીયા

સેક્રેટરી, સાધુ વાસવાણી સેન્ટર, રાજકોટ

ફોન.૦૨૮૧-૨૪૭૪૨૧૯

(4:12 pm IST)