Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

ટી- સ્ટ્રીટ કાફેઃ કાઠીયાવાડી અને આધુનિક સ્વાદનો સમન્વય

કાઠીયાવાડી સ્વાદથી રાજકોટને ઘેલું લગાડનાર ''અડીંગો રેસ્ટોરન્ટ'' વાળા મેઘાવ્રતસિંહ રાઠોડનું નવું સાહસ : શહેરની મધ્યમાં કિશાનપરા ચોકથી અંડરબ્રીજ વચ્ચે ઓપનએર કાફેઃ ચા- કોફી, ગાઠીયા, થેપલા, સુકીભાજી, ખીચડી, વઘારેલો રોટલો, તીખારી સાથે સેન્ડવીચ, ચાઈનીઝ,પીઝા, ફ્રેન્ચ ફ્રાય, પફ, મસ્કા બનની સ્વાદપ્રચુર વાનગીઓ : કોલ્ડ્રીંકસ- આઈસ ટી, આઈસ્ક્રીમ પણ ઉપલબ્ધ

રાજકોટ,તા.૨૨: રંગીલા રાજકોટ શહેરની એક આગવી પરંપરા એટલે મોડી રાત્રીની મોજ રેસકોર્ષના રળીયામણા વાતાવરણમાં તથા કાલાવડ રોડની મસ્તી વચ્ચે આવી જ પરંપરાને ધપાવતુ એક અનોખું મોજ ને મસ્તિ કરાવતું કાફે હોય જયા લોકો મિત્રો, પરિવાર સાથે ચા, કોફી, સ્નેકસ ઉપરાંત કાઠીયાવાડિ ગાઠીયા, થેપલા, રોટલો, ભાખરી, વધારેલ રોટલો, તીખારી, ખીચડી વગેરેના પણ આધુનીક સ્વરૂપે પીરસવાની અનન્ય પરંપરાનું નામ એટલે ''ટી- સ્ટ્રીટ કાફે''

જયા પેટની મોજ સાથે મનને મસ્તીનો અનન્ય ઉમળકો આવે. એવું સ્થળ આજના યુવાનોમાં થોડાક સમયમાં હૃદયમાં સ્થાન જમાવી ચુકયુ છે. અહિંથી તમામ સામગ્રી  તૈયાર કરવા,  બનાવવા તેમજ પીરસવા સુધીની દરેક પ્રક્રિયા ગ્રાહક પ્રત્યક્ષ નિહાળી શકે છે અને વિશ્વાસ પૂર્વક મિત્રો, સંબંધીઓ અને ગ્રુપમાં  ''ટી સ્ટ્રીટ'' કાફેનું નામ કાયમી યાદીમાં સામેલ કરી શકે છે.

આ સાહસ ઉચ્ચ પરંપરાના આગ્રહી કાઠિયાવાડની ઓળખને હંમેશા ગ્રાહકોના હૃદયમાં ચીરસ્થાયી કરનાર ''અડિંગો રેસ્ટોરંટ''નું ૨૦ વર્ષ સુધી સફળ સંચાલન કરનાર યુવા સંચાલક મેઘાવ્રતસિંહ રાઠોડ (મો.૯૯૯૮૦ ૦૪૦૦૪)ના  અનુભવનું નવલું નઝરાણું છે.

રાજકોટ મધ્યે એવા મહીલા કોલેજ ચોકમાં કોસમો કોમ્પલેક્ષ સામે ટી સ્ટ્રીટ કાફેમાં એક સમયે ૧૫૦થી વધુ વ્યકિત બેસી શકે તથા ચા- કોફી, નાસ્તો, આઈસ્ક્રીમ લઈ શકે તેવી વ્યવસ્થા છે.

ટી સ્ટ્રીટમાં ગ્રાહકને શહેરની વચ્ચે હોવા છતા પણ એક અલગ મનોરમ્ય માહોલના અનુભવ થયા વગર રહેતો નથી. જે માહોલ તથા વાતાવરણ માટે શહેરના લોકો હાઈવે પર જતા હોય છે. તેમ હવે શહેર મધ્યમાં ખુબ જ શાંત વાતાવરણમાં ચા- કોફી તથા નાસ્તાની અવનવી વેરાયટીમાં ગરમ ચા, આઈસ ટી, કોફી, કોલ્ડ કોફી, મસ્કા બન, ફ્રેન્ચ ક્રાઈસ, મેગી, સેન્ડવીચીસ, ચાઈનીસ, પફ, પીઝા સાથે ગુજરાતી સ્નેકસ જેમાં થેપલાં, ભાખરી, સુકીભાજી, વઘારે રોટલો, ખીચડી, તીખારી વગેરેના પણ સમાવેશ થાય છે.

ટી સ્ટ્રીટ ફાકે ઓપન કિચન કાફે છે. જયાં બધીજ વેરાયટી ગ્રાહકની સામે જ તૈયાર થતી જોઈ શકાય છે. ટી સ્ટ્રીટ કાફેમાં આ ઉપરાંત આઈસ્ક્રીમ, શેઈક, કોન, કેન્ડીનો પણ આનંદ ઉઠાવી શકો છે.

(3:56 pm IST)
  • મહારાષ્ટ્રમાં શિવસેના ,એન.સી.પી.અને કોંગ્રેસ વચ્ચેની મિટિંગ સંપન્ન : 5 વર્ષ સુધી સ્થિર સરકાર આપવા લીડર તરીકે ઉધ્ધવ ઠાકરેના નામ ઉપર સહમતી : શરદ પવાર access_time 7:35 pm IST

  • ઈન્દ્રનું સિંહાસન સોંપી દયે તો પણ ભાજપનો ભરોસો ન કરાય : શિવસેના પ્રવક્તા સંજય રાઉત : કોંગ્રેસ, NCP તથા શિવસેનાની યુતિ દ્વારા મહારાષ્ટ્રમાં શિવસેનાનો જ મુખ્યમંત્રી બનશે access_time 12:26 pm IST

  • સ્કૂલે જતા 10 બાળકોમાંથી 1 ને ડાયાબિટીસ : સુગર, ચોકલેટ, તથા મીઠાઈ તથા જંક ફુડનું અધિક સેવન અને શ્રમનો અભાવ જવાબદાર : સ્વાસ્થ્ય મંત્રાલયનો સર્વે access_time 11:58 am IST