Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

રાજકોટ તાલુકાના ગૌરીદડ ગામની ખેતી સહકારી મંડળીની જમીનમાં બીજા હકકમાં નામ દાખલ કરવા માંગણી

રાજકોટ તા. રરઃ એરપોર્ટ રોડ-ર-નરસિંહનગરમાં રહેતા પ્રકાશભાઇ ગરે કલેકટર અને મહેસૂલ ઉપ સચિવને પત્ર પાઠવી રેવન્યુ રેકોર્ડના ૬-હકક પત્રકે બીજા હકકમા નામ દાખલ કરવા માંગણી કરી હતી.

પત્રમાં જણાવેલ કે, રાજકોટ તાલુકા અનુસુચિત જાતિ સામુદાયીક ખેતી સહકારી મંડળી-ગૌરીદડ ગામના સર્વે નં. ૪૧૩ પૈકી ૧ ના સભ્યો (૧) પ્રકાશ કે. ગર, (ર) ખોડાભાઇ બાવાભાઇ રાઠોડ, (૩) નંદુબેન રમેશભાઇ સિંધવ, (૪) દેવશીભાઇ રાઠોડ, (પ) ગીતાબેન બાવજીભાઇ સોલંકી, (૬) વાલજીભાઇ રાઠોડના જમીન ધારણ કરીએ છીએ અને જમીન મળી ત્યારથી જાતે ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવીએ છીએ.

સવાલવાળી જમીન ગમે ત્યારે વેચી નાખવાની સંભાવના છે. અગાઉ પણ મંડળીની કેટલીક જમીનો વેચી નખાઇ છે, જેની આપના તંત્ર એ ગંભીર નોંધ લઇ આવી જમીનો સભ્યને અન્યાય થતો હોય કલેકટરશ્રીએ સભ્યોના હીતમાં ૬ હકકપત્રકે સભ્યોનું હીત જાળવેલ. છેુલ્લા ર૩-ર૪ વર્ષથી મંડળી દ્વારા ફાળવાયેલ જમીનમાં સભ્યની મરણમુડી ખર્ચી જમીન ખેડવા લાયક બનાવેલ. અને આ જમીનમાં છેલ્લા પચીસેક વર્ષથી સભ્યો જાતે ખેતી કરે છે. તા. ર૭-૩-ર૦૧પના રોજ તત્કાલીન રાજકોટ કલેકટરશ્રી મનીષાબેન ચંદ્રાને રજુઆત સભ્યો દ્વારા કરાતા કલેકટરશ્રીએ સભ્યોની માંગણી વ્યાજબી અને નીતિ વિષયક માંગણી હોય જે અનુસંધાને કલેકટરશ્રીએ સરકારશ્રીને લેખીત રજુઆત કરેલ.

હાલમાં તા. ૧૯-ર-ર૦૧૮ ના રોજ સરકારશ્રીમાંથી નીતિવિષયક પરીપત્ર થતા સભ્યશ્રીઓનું ૬-હકકપત્રકે, ૭/૧ર, ૮અ, મા નામ દાખલ કરી ન્યાયના હિતમાં કાર્યવાહી કરવા સરકારશ્રી તથા મહેસુલ વિભાગ, રાજકોટ કલેકટરશ્રીને લેખીત રજુઆત કરી યોગ્ય માંગણી સ્વીકારશો.

(3:53 pm IST)