Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

કણકોટ પાસે કવાર્ટરમાં જુગાર રમતા ત્રણ શખ્સો પકડાયા

તાલુકા પોલીસનો દરોડોઃ નરેન્દ્ર ચંદ્રપાલ, વજુ ડોંડા અને પ્રફુલ બગડાની ધરપકડ

રાજકોટ તા. રરઃ કાલાવડ રોડ પર કણકોટ ગામ પાસે ગુજરાત હાઉસીંગ બોર્ડના કવાર્ટરમાં જુગારધામ ચાલતો હોવાની બાતમીના આધારે તાલુકા પોલીસે દરોડો પાડી જુગાર રમતા ત્રણ શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ કમિશનર ખુરશીદ અહેમદ તથા ડીસીપી મનોહરસિંહ જાડેજા તથા એસીપી જે. એસ. ગેડમની સૂચનાથી તાલુકા પોલીસ મથકના પી.આઇ. વી. એસ. વણઝારા ના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એન. ડી. ડામોર, એએસઆઇ એમ. ડી. ચુડાસમા, ભગીરથસિંહ ઝાલા, ઉમેશભાઇ ચાવડા, વિરેન્દ્રસિંહ જાડેજા, રાજવીરસિંહ જાડેજા, ચંદ્રરાજસિંહ, મહેશભાઇ સેગલીયા તથા દિપલબેન સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે હર્ષદસિંહ, ભગીરથસિંહ, ઉમેશભાઇને મળેલી બાતમીના આધારે કાલાવડ રોડ કણકોટ ગામ પાસે હાઉસીંગ બોર્ડના કવાર્ટર નં. ૧પ૦ માં દરોડો પાડી કવાર્ટરમાં રહેતા નરેન્દ્ર મોહનભાઇ ચંદ્રપાલ (ઉ.વ. ૪પ), રૈયા રોડ હનુમાન મઢી શીવપરાનાં રાજુ જીવણભાઇ ડોંડા (ઉ.વ. ૪ર) તથા રૈયાધાર ૧ર માળીયા કવાર્ટર નં. ૧૦૬૬ બ્લોક નં. પ હાલ રૈયાધાર ઝુપડામાં રહેતા પ્રફુલ ખીમજીભાઇ બગડા (ઉ.વ. ૩પ) ને જુગાર રમતા પકડી લઇ રૂ. ૩૩૪ર૦ ની રોકડ સહિતની મતા કબજે કરી હતી.

દારૂ પી વાહન હંકારતા બે શખ્સો પકડાયા

આજીડેમ પોલીસ મથકના એ.એસ.આઇ. એન. એમ. ચાવડા તથા સવજીભાઇ વાહન ચેકીંગમાં હતા ત્યારે લોઠડા ગામ પાસેથી દારૂ પી જી.જે.-૩ સી.આર. ૯૭૯૩ નંબરનું બાઇક લઇને નિકળેલા દિનેશ હુકાભાઇ ભરવાડ (ઉ.વ. ૪પ) (રહે. કોટડા સાંગાણી ગોકુલ ચોક) ને તથા હેડ કોન્સ. કાળુભાઇ ગામેતીએ સરધાર ગામ બસ સ્ટેન્ડ પાસેથી જકશી કાળુભાઇ વાડસીયા (ઉ.વ. પ૦) (રહે. સરધારગામ આનંદનગરના કવાર્ટર) ને દારૂ પી જાહેરમાં બકવાસ કરતો હોઇ, તેને પકડી લઇ કાર્યવાહી કરી હતી.છોટુનગર પાસેથી

સાગર છરી સાથે ઝબ્બે

ગાંધીગ્રામ પોલીસ મથકના હેડ કોન્સ. સંતોષભાઇ મોરી તથા દિવ્યરાજસિંહ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે એરપોર્ટ રોડ છોટુનગર કોમ્યુનીટી હોલ પાસેથી સાગર દિનેશભાઇ સોલંકી (ઉ.વ. ર૪) (રહે. શીવપરા શેરી નં. ૯ રૈયા રોડ) ને છરી સાથે પકડી લીધો હતો.

(3:52 pm IST)
  • દેશ છોડી ભાઈ ગયો વિવાદી બાબા નિત્યાનંદ : બાળકોના અપહરણનો આરોપી નિત્યાનંદ ફરાર થયો :અમદાવાદના હાથીજણમાં નિત્યાનંદના આશ્રમમાં પોલીસનું સર્ચ ઓપરેશન : 43 ટેબ્લેટ,14 લેપટોપ અને પેનડ્રાઈવ જપ્ત : મોબાઈલનો લોક ખોલવાની ના પડતા એફએસએલ તપાસમાં મોકલાશે access_time 1:13 am IST

  • મહારાષ્ટ્રમાં મહામંત્રણા અંતિમ તબક્કામાં : મહારાષ્ટ્રમાં સરકાર રચવા અત્યારે સાંજે ૫ વાગ્યે શિવસેના, એનસીપી અને કોંગ્રેસની મહત્વની અંતિમ બેઠક ચાલી રહી છે : સાંજે મોડેથી સરકાર રચવા દાવો કરવામાં આવશે તેમ જાણવા મળે છે access_time 5:23 pm IST

  • સ્કૂલે જતા 10 બાળકોમાંથી 1 ને ડાયાબિટીસ : સુગર, ચોકલેટ, તથા મીઠાઈ તથા જંક ફુડનું અધિક સેવન અને શ્રમનો અભાવ જવાબદાર : સ્વાસ્થ્ય મંત્રાલયનો સર્વે access_time 11:58 am IST