Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

રાજકોટ કલેકટર કચેરી સહીત ૪ સ્થળે ગાંધીનગર ટાઇપના નવા જન સેવા કેન્દ્રો શરૂ થશેઃ ૧૦૮ પ્રકારની સેવા ઓનલાઇન

કલેકટર દ્વારા દરેક મામલતદાર કચેરીમાં કેન્દ્રો અંગે સ્થળ વિઝીટઃ તમામમાં આઉટ સોર્સીસ કર્મચારીઓ

રાજકોટ, તા., ૨૨: રાજકોટ જીલ્લા કલેકટર શ્રી રેમ્યા મોહને એક મહત્વનો નિર્ણય લઇ ગાંધીનગરમાં જે અદ્યતન જન સેવા કેન્દ્ર છે તે મોડલ ટાઇપના ૪ જનસેવા કેન્દ્રો રાજકોટ કલેકટર કચેરી અને પૂર્વ-પશ્ચિમ-દક્ષિણ મામલતદાર કચેરીમાં લાખોના ખર્ચે શરૂ કરવાનું નક્કી કર્યુ છે.

આ માટે કલેકટરે ગઇકાલે પી.ડબલ્યુ.ડી. અને અન્ય અધીકારીઓ સાથે રાખી તમામ મામલતદાર કચેરી અને નવી કલેકટર કચેરીમાં હાલ રહેલ પુરવઠાની ઝોનલ કચેરી ખાતે વીઝીટ કરી જરૂરી સુચનાઓ આપી સમીક્ષા કરી હતી.

આ અદ્યતન મોડલ જન સેવા કેન્દ્રોમાં તમામ ડીપાર્ટમેન્ટ આવરી લેવાશે, અને અરજી દીઠ રૂા૨૦/- લોકોએ ભરવાના રહેશે.

જન સેવા કેન્દ્રોમાં ગ્રામીણ માટે જમીન નીમ કરવા, સરકારી જમીનની માંગણી સહીત કુલ ૧૦૮ પ્રકારની સેવાઓ ઓનલાઇન રહેશે અને  તમામ સ્ટાફ આઉટ સોસીંગ કર્મચારીઓ રહેશે.

કલેકટર કચેરીના વન-ડે મુદ્દા

ફોર્મનું નામ

સમય મર્યાદા

આવકનું પ્રમાણપત્ર

ઓ.બી.સી./ક્રીમીલીયર સર્ટીફીકેટ અંગેનુ પ્રમાણપત્ર

ધાર્મિક ભાષાકીય લઘુમતી અંગેનું પ્રમાણપત્ર

સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું પ્રમાણપત્ર

અનુસુચિત જનજાતિ/અનુ સુચિત જાતિ અંગેનું પ્રમાણપત્ર

રહેઠાણ અંગેનો પુરાવો

ડોમીસાઇલ પ્રમાણપત્ર ઇશ્યુ કરવા બાબત

ડુપ્લીકેટ રેશનકાર્ડ મેળવવા બાબત

રેશનકાર્ડમાં નામ દાખલ કરવા/કમી કરવા /સરનામું ફેરફાર કરવા બાબત

જમીન મહેસુલ/લોકસ ફંડ શિક્ષણ ઉપકર/કબજા હકક/ ભાવ

તફાવત/વેચાણ પરવાનગી/ફેરબદલી/પ્રિમિયમ તેમજ દુકાન ભાડુ લેવા બાબત તમામ પ્રકારના સોગંદનામા

સીનીયર સીટીઝન્સ હોવા અંગેનું પ્રમાણપત્ર મેળવવા અંગે

(3:51 pm IST)