Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

સિનર્જી હોસ્પિટલમાંથી ચોરેલા ૭.૩૦ લાખ જુગારના દેણામાં ચુકવ્યાનું કર્મચારી વિજય ઉર્ફે પપ્પુનું રટણ

ગાંધીગ્રામ પોલીસે કર્મચારી વિજય અને કિરણની ધરપકડ કરીઃ મુદ્દામાલ રીકવર કરવા કવાયત

રાજકોટ તા. રર : શહેરના દોઢકકસો ફુટ રોડ પર અયોધ્યા ચોકમાં આવેલી સિનર્જી હોસ્પિટલમાં બિલીંગ વિભાગમાં થયેલી રૂ.૭.૩૦ લાખની ચોરીમાં ગાંધીગ્રામ પોલીસે કર્મચારી યુવતી સહિત બેની ધરપકડ કરી છે.

મળતી વિગત મુજબ દોઢસોફુટ રીંગ રોડ પર અયોધ્યા ચોકથી આગળ આવેલી સિનર્જી હોસ્પિટલ નજીક કલાઉન્ડ નાઇટ ફલેટ નં. બી ૧૦૦૪માં રહેતા અને સિનર્જી હોસ્પીટલમા સેન્ટર હેડ તરીકે આઠવર્ષથી નોકરી કરતા ડોે. સુરસિંહ ભાવસિંહ બારડએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં ગઇકાલે નોંધાવેલી ફરીયાદમાં હોસ્પીટલના બીલીંગ વિભાગમાં કામ કરતા વિજય કાંતીલાલ રાઠોડ (રહે. દેવનગર-૧નાનામવા રોડ) અને કિરણ દિનેશભાઇ કારીયા (રહ. મુંજકા ગામ) એ તેજોરી તથા ટેબલના ખાનામાં રહેલા હોસ્પિટલના બીલના રૂ.૭,૩૦,૦૦૦ રોકડની જુદા-જુદા સમયે ચોરી થયાનું જણાવ્યું હતું. આ બનાવ અંગે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ કમિશનર ખુરશીદ અહેેમદ તથા ડીસીપી મનોહરસિંહ જાડેજા અને એસીપી પી.કે.દીયોરાની સુચનાથી ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ વી.વી.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ જે.એમ.ભટ્ટ, હેડકોન્સ કિરાભાઇ, રશ્મીનભાઇ, સંતોષભાઇ મોરી, રાહુલભાઇ વ્યાસ, હિતેન્દ્રસિંહ, કિશોરભાઇ, કનુભાઇ, હાર્દિકસિંહ, દિગ્વીજયસિંહ, દિવ્યરાજસિંહ, ગોપાલભાઇ, શૈલેષભાઇ, અમીનભાઇ અને દિનેશભાઇ સહિતે સિનર્જી હોસ્પીટલના કર્મચારી વિજય અને કિરણની પુછપરછ કરતા વિજયે તેની સાથેકામ કરતી કિરણ પાસેથી હોસ્પીટલનો પાસવર્ડ અને આઇડી મેળવી કટકે-કટકે રૂ. ૭.૩૦ લાખ ચોરી લીધા હોવાની કબુલાત આપતા પોલીસે વિજય ઉર્ફે પપ્પુ કાંતીલાલ રાઠોડ (ઉ.ર૮) (રે. નાનામવા મેઇન રોડ દેવનગર-૧ મુળગામ વઢવાણ) અને મદદગારી કરનાર કિરણ દિનેશભાઇ કારીયા (ઉ.ર૪) (રહે.મુંજકા ગામ આર્ષ વિદ્યાલય મંદિરની બાજુમાં સ્લમકવાર્ટર નં.૧પ૭) ની ધરપકડ કરી હતી વિજય રાઠોડને જુગાર રમવાની ટેવ હોઇ તેથી તેને દેણુ થઇ જતા આ રકમ જુગારના દેણામાં ચુકવ્યાનું રટણ કરી રહ્યો છ.ે આ અંગે પોલીસે મુદ્દામાલ રીકવર કરવા માટે બંનેને રીમાન્ડની માંગણી સાથે રજુ કરાશે.

(3:50 pm IST)