Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

કેબીનો-દૂકાનોમાં ચોરીઓ કરતી ત્રિપુટી ઝડપાઇઃ માધાપર પોસ્ટ ઓફિસમાં ચોરીના પ્રયાસ સહિત ૧૦ ગુનાની કબુલાત

જબ અંધેરા હોતા હૈ...સાંજ પડતાં જ પગપાળા નીકળી પડતાં અને છુટક-છુટક હાથફેરો કરતાં : કેબીનોને નિશાન બનાવતાં સુરેશ, સંદિપ અને રાજૂને એ દિવસે કેબીન ન મળતાં માધાપર પોસ્ટ ઓફિસમાં મોટો દલ્લો મળવાની આશાએ ત્રાટકયા'તા પણ મહેનત માથે પડી'તીઃ ક્રાઇમ બ્રાંચે કોઠારીયા સોલવન્ટમાંથી સકંજામાં લીધા : એએસઆઇ બી. જે. જાડેજા, નગીનભાઇ ડાંગર અને કુલદીપસિંહ જાડેજાની બાતમી

રાજકોટ તા. ૨૨: શહેરના છેવાડાના વિસ્તારોમાં જ સાંજના આઠ-સાડાઆઠ પછી ત્રાટકી કેબીનો, નાની દૂકાનોના પતરા-શટર-તાળા તોડી ચોરીઓ કરતી ત્રિપૂટીને ક્રાઇમ બ્રાંચે પકડી લેતાં માધાપર પોસ્ટ ઓફિસના ચોરીના પ્રયાસ સહિતના ૧૦ ગુનાનો ભેદ ઉકેલાયો છે.

ક્રાઇમ બ્રાંચની ટીમે કોઠારીયા સોવન્ટ વિસ્તારમાં ૨૫ વારીયામાં રહેતાં ત્રણ દેવીપૂજક શખ્સો સુરેશ લક્ષમણભાઇ સાથરીયા (ઉ.૨૦), સંદિપ વલ્લભભાઇ સાથરીયા (ઉ.૧૯) તથા રાજુ રતુભાઇ દેત્રોજીયા (ઉ.૨૬)ને કોઠારીયા સોલવન્ટ શીતળા માતાની ધાર તરફ જતાં રસ્તા પરથી એએસઆઇ બલભદ્રસિંહ જે. જાડેજા, નગીનભાઇ ડાંગર અને કુલદીપસિંહ જાડેજાની બાતમી પરથી પકડી લીધા હતાં.  આ ત્રણેય પાસેથી લેનોવો કંપનીનો એક મોબાઇલ ફોન રૂ. ૮૫૭૩ કબ્જે કરાયો છે.

આ ત્રિપુટીએ દિવાળીના તહેવાર વખતે માધાપરની પોસ્ટ ઓફિસમાં બારીની ગ્રીલ તોડી અંદર ઘુસી તિજોરી તોડવાનો પ્રયાસ કર્યો હતો. એ ન તૂટતા ત્રણ સરકારી મોબાઇલ ફોન ચોરી કરી લીધા હતાં. આ ગુનો ડિટેકટ થયો છે. આ ઉપરાંત શહેરના છેવાડાના અલગ-અલગ વિસ્તારોમાં છ મહિનામાં ૧૦ જેટલી પાનની કેબીનો, કરિયાણા, મોબાઇલની નાની દૂકાનોના તાળા તોડી ચોરીઓ કરી હોવાનું કબુલ્યું છે.

આ ત્રણેય છુટક કડીયા કામની મજૂરી કરે છે. મોજશોખ માટે રૂપિયા મેળવવા સાંજના આઠ-સાડાઆઠ પછી સાઇકલ લઇને અથવા તો પગપાળા કે રિક્ષા મારફત પહોંચી  મોટે ભાગે લોકોની અવર-જવર ઓછી હોય તેવા સ્થળોએ આવેલી કેબીનો, દૂકાનોમાં ચોરીઓ કરતાં હતાં. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી રવિમોહન સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા તથા એસીપી જયદિપસિંહ સરવૈયાની સુચના હેઠળ પી.આઇ. એચ. એમ. ગઢવી, પીએસઆઇ વી. એ. પરમાર, એએસઆઇ બી. જે. જાડેજા, હેડકોન્સ. મયુર પટેલ, કોન્સ. કુલદીપસિંહ જાડેજા, યુવરાજસિંહ ઝાલા, પરેશગીરી ગોસ્વામી, એભલભાઇ બરાલીયા, મનજીભાઇ ડાંગર, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી, પ્રદિપસિંહ જાડેજા, સંજયભાઇ રૂપાપરા સહિતે આ કામગીરી કરી હતી.

(3:47 pm IST)
  • શિવસેનાની કિશોરી પેડનેકર બની નવી મેયરઃ ડે.મેયર પદ પણ શિવસેનાનેઃ સૌથી અમીર મ્યુ. કોર્પો. છેઃ ર૦૧૯-ર૦ નું રૂ. ૩૦૬૯ર કરોડનું બીએમસીનું બજેટ છેઃ ભાજપ સામે મેયરપદ માટે જોરદાર મુકાબલો થયો હતો access_time 3:51 pm IST

  • શિયાળુસત્રમાં પીએમ મોદીએ મંત્રીઓને સદનમાં હાજર રહેવા કરી ટકોર : મોદીએ સખત શબ્દોમાં કહ્યું કે સામાન્ય દિવસોમાં મંત્રીઓની મોજુદગી કેટલી ઓછી હોય છે તેનો અંદાજ લગાવી શકાય છે access_time 1:10 am IST

  • સિયાચીનને પર્યટકો માટે ખોલવાના ભારતના નિર્ણંયથી પાકિસ્તાન ફફડ્યું : પાકિસ્તાને ફરીવાર કાશ્મીર રાગ આલાપ્યો : આર્ટિકલ 370 હટાવ્યા બાદથી નિવેદનબાજી કરતા પાકિસ્તાને ફરીવાર ભારત સામે ઝેર ઓક્યું : વિશ્વના સૌથી ઉંચા યુદ્ધ ક્ષેત્ર મનાતા સિયાચીનને પર્યટકો માટે ખુલ્લું મુકાવા માટે પાકિસ્તાને વાંધો ઉઠાવ્યો :પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ડો,મોહમ્મ્દ ફૈઝલે કહ્યું કે સિયાચીન વિવાદી ક્ષેત્ર છે ત્યારે ભારત પર્યટકો માટે કેમ ખોલી શકે ? ફોટો siyachin access_time 1:05 am IST