Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

સુધરી જાવ... : બી.આર.ટી.એસ.-સીટી બસ અકસ્માત ટાળો

સુરત-અમદાવાદની જીવલેણ ઘટનાઓ બાદ સ્ટેન્ડીંગ ચેરમેન ઉદય કાનગડે બસ ડ્રાઇવરોની તાકીદની બેઠક યોજી કડક સુચનાઓ આપી : ઓવર ટેઇક બંધ, સીટબેલ્ટ બાંધો, મોબાઇલનો ઉપયોગ ટાળવા સહિતની બાબતોએ ટપાર્યા

રાજકોટ, તા. ર૩ : અમદાવાદ અને સુરતમાં બી.આર.ટી.એસ. અને સીટી બસ દ્વારા જીવલેણ અકસ્માતોની ઘટના ઉપરા-ઉપરી બનતાં રાજકોટમાં આવા અનિચ્છનીય બનાવો ન બને તે માટે સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન ઉદય કાનગડે આજે બપોરે બી.આર.ટી. એસ અને સીટી બસનાં ડ્રાઇવરોની તાકીદની બેઠક બોલાવી લોકોની સુરક્ષા માટે કેટલીક કડક તાકીદ કરી હતી.

મ્યુ. કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરીમાં આજે બપોરે યોજાયેલી બેઠકમાં ઉપસ્થિત બી.આર.ટી.એસ. બસ અને સીટી બસનાં ડ્રાઇવરોને કેટલીક કડક સુચનાઓ આપી હતી. જેમાં ખાસ કરી ટુ-વ્હીલર વાહન ચાલકો અને રાહદારીઓની સુરક્ષા ધ્યાને લઇ કેટલાક સુચનો ડ્રાઇવરો કરાયા હતાં.

જેમાં ડ્રાઇવર તથા કંડકટરના ડ્રેસ કોડમાં રહેવા કોઇ ડ્રાઇવર જોખમકારક ડ્રાઇવીંગ કરતા હોય તાત્કાલીક પગલા લેવા બસ સ્ટોપ પર બસ ઉભી હોય ત્યારે પાકીંર્ગ ઇન્ડીકેટર ચાલુ રાખવા અને સમય પત્રક મુજબ બસ ચલાવવી.

ઉપરાંત ત્રિકોણ બાગ પાસે વ્યવસ્થિત બસ પાર્કીંગ કરાવવું, ખોટું ઓવરટેઇકીંગ અટકાવવું. બસ ભયજનક રીતે ચલાવવામાં આવે તો ફરીયાદ માટેના સંપર્ક નંબર બસની અંદરની બાજુએ પણ દર્શાવવા. બીઆરટીએસ કોરીડોરમાં પ્રાઇવેટ વાહન ચલાવવાના પ્રતિબંધનો ચુસ્ત પણે અમલ કરાવવો. અને ખાસ બસ ચલાવતી વખતે સીટ બેલ્ટનો ઉપયોગ કરવો તેમજ મોબાઇલનો ઉપયોગ ન કરવા ત્થા સ્પીડ લીમીટ રાખવા સુચનાઓ અપાયેલ.

(3:46 pm IST)