Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

૧૫૦ રીંગ રોડ પર કીડસ પ્લે એરિયા સહીતનો સુવિધાજનક હોકર્સ ઝોન મંજુર

સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન ઉદય કાનગડ દ્વારા ૧૭ કરોડના વિકાસકામોને લીલીઝંડી

રાજકોટ તા. રર :.. મ્યુ. કોર્પોરેશનની આજે મળેલ સ્ટેન્ડીંગ કમીટી બેઠકમાં ૧પ૦ ફુટ રોડ રીંગ - અમીન માર્ગના ખૂણે હોકર્સ ઝોન, પેક પાર્કીંગ, કે. કે. વી. ચોક ખાતે બીઆરટીએસ બસ સ્ટોપ સહિત કુલ રૂ. ૧૭ કરોડના વિવિધ વિકાસ કામોની ર૬ દરખાસ્તોને લીલીઝંડી આપવામાં આવી છે.

આ અંગે સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન ઉદય કાનગડે વિવિધ દરખાસ્તો અંગે આ મુજબના  માહિતી આપી હતી.

પે એન્ડ પાર્કિગ

 રાજકોટ શહેરનાં સ્માર્ટ સીટી કાર્યક્રમ અંતર્ગત શહેરીજનોને ટ્રાફીકની સમસ્યાથી મુકત કરવાનાં ઉમદા આશયથી રાજકોટ મહાનગરપાલિકાનાં હદ વિસ્તારમાં જુદા જુદા સ્થળોએ આવેલ રાજકોટ મહાનગરપાલિકાની માલિકીનાં પ્લોટ અને રોડ સાઇડ ખાતે સ્ટે. ક. ઠ. નં. ૬૦૩ તા. ર૬-૩-ર૦૧પ અન્વયે પે એન્ડ પાર્ક એક વર્ષ માટે ફાળવવામાં આવેલ. આ અંતર્ગત નીચે મુજબની કુલ ૪૭ સાઇટોની મુદત પુર્ણ થયેલ હોઇ અને જે તે સ્થળની વધુ આવક મળી શકે તેમ હોઇ આ એન્ડ પાર્ક પાર્કીંગ માટે વાર્ષિક કોન્ટ્રાકટથી ફાળવવા માટે અપસેટ ભાવ નિયત કરી, વાર્ષિક ભાવો મંગાવતા, આ માટે કુલ (૧ર) બાર સીલબંધ ટેન્ડરો આવેલ. જેમાં વધુ ભાવ સર્વેશ્વર ચોકના ૩.૧૧ લાખ અને સૌથી ઓછા પારડી રોડના ૬૫ હજારનો ભાવ મંજુર કરવામાં આવ્યો. તેમજ પાર્કિગની જગ્યાએ ભાવઙ્ગપત્રક સહિત વિવિધ બાબતોમાં બોર્ડ મુકવા સ્ટે.ચેરમેનએ સુચના આપી છે.

વોર્ડ નં.૮માં હોકર્સ ઝોન બનશે

શહેરના વોર્ડ નં.૮માં અમિન માર્ગ ૧પ૦ ફુટ રીંગ રોડના ખૂણે ૧૩૦૦ ચો.મી.ના પ્લોટમાં હોકર્સ ઝોનમાં બનાવવામાં આવશે. આ ઝોનમાં ૩*૩ના ૧૬ સ્ટોલ તથા૬.૫*૬.૫નાં ૪ ફુડ સ્ટોલ તથા બાળક્રિડાણ ત્થા પાર્કિગ ૨૫ વિઘા ઉપલબ્ધ કરવામાં આવશે. આ ઝોનમાં પેવીંગ બ્લોક તથા ૧૭૪ ચો.મી.માં ચેઇન બ્લોક જાહેર તથા ટોયલેટ બ્લોક રૂ.ર૧.૬૪ કરોડના ખર્ચે બનશે. આ કામ માટે કુલ ૪ એજન્સીએ રસ દાખવ્યો હતો.

વોર્ડ નં.૧૩ અને ૧૮માં નવુ સ્કૂલ બિલ્ડીંગ

શહેરના વોર્ડ નં.૧૩માં અંબાજી કડવા પ્લોટમાં શાળા નં. ૬૯ માટે રૂ.ર.૩૧ કરોડના ખર્ચે વોર્ડ નં. ૧૮માં કોઠારીયા સ્ટેશન પ્રા. શાળાની જગ્યામાં રૂ. ૩.૦૧ કરોડના ખર્ચે નવુ બિલ્ડીંગ બનાવવામાં આવશે.  આ શાળાઓમાં ગ્રાઉન્ડ ફલોરમાં પ કલાસરૂમ, એક પ્રિન્સીપાલ રૂમ, એક કલાર્ક રૂમ એક સ્પોર્ટસ રૂમ, પ્રાર્થના-મલ્ટી એકટીવીટી માટે હોલ તથા વિદ્યાર્થી-વિદ્યાર્થીની માટે અલગ અલગ ટોઇલેટની સુવિધા, પ્રથમ માળે ૩ કલાકસરૂમ , લાઇબ્રેરી, ર લેબોરેટરી, કોમ્પ્યુટર રૂમ, મલ્ટીમીડિયા રૂમ તથા વિદ્યાર્થી-વિદ્યાર્થીની માટે અલગ અલગ ટોઇલેટની સુવિધા આપવામાં આવનાર છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ માટે પ્લે ગ્રાઉન્ડ, વરસાદી પાણીના બચાવ માટે રેઇન વોટર હાર્વેસ્ટિંગ સીસ્ટમ, ગાર્ડન, જરૂરી પાર્કીંગ, જરૂરી ફર્નીચર, ઇલેકટ્રીક ફીકચર્સ તેમજ સિકયોરીટી રૂમ સહિતની વ્યવસ્થા હશે.

બસ સ્ટોપ

શહેરના ૧પ૦ ફુટ રીંગ રોડ પર બનાવવામાં આવેલ બીઆરટીએસ રૂટ પર કે.કે.વી. ચોક ખાતે બીઆરટીએસ બસ હોલ્ટર ન હોવાને કારણે તંત્ર દ્વારા અહીં રૂ. ૪૩.પપ કરોડના ખર્ચે બસ સ્ટોપ બનાવવામાં આવશે. આ બસ સ્ટોપ બનવાની ઇન્દિરા સર્કલના બસ સ્ટોપની ભીડ સમસ્યા હલ થશે.

૩.ર૦ કરોડનાં ખર્ચે પેવિંગ બ્લોક

શહેરનાં વોર્ડ નં. ૧ માં રામાપીર ચોકથી શાસ્ત્રીનગર સુધી રૂ. ૬૧.૧૦ લાખના ખર્ચે, વોર્ડ નં. ર માં મોચીનગર-૧ અને ર, સંજયનગર, ઉસ્માનીયા પાર્ક, મોમીન સોસાયટી, રાજીવનગર ત્થા બજરંગવાડી તેમજ રેલનગર-૩, જામટાવર રોડ, નિરંજની સોસાયટી, છોટુનગર, કોમન પ્લોટ સહિતના વિસ્તારમાં ૧.૪૩ કરોડનાં ખર્ચે તથા વોર્ડ નં. ૯ માં રૈયા ચોક પાસેના સર્વિસ રોડમાં રૂ. પ૭.પપ લાખનાં ખર્ચે તેમજ વોર્ડ નં. ૯ માં ગોપાલ ચોક વિસ્તારમાં મીરાનગર-૧  સહિતના વિસ્તાર પેવિંગ બ્લોકની બધાશે.

આ ઉપરાંત વોર્ડ નં.૭માં આવેલ કિશાનપરા -૪મા મહાકાળી મેઇન રોડ પર જાગનાથ પ્લોટ-૨૧ સુધી ૪૫૦ એમ.એમ.ની વરસાદી પાઇપ લાઇન રૂ.૨૦.૬૭ લાખના ખર્ચે નાંખવા તથા મ્યુ.કમિશ્નરના કામે અલગ અલગ વોર્ટેજ કેપેસિટિના એલઇડી સ્ટ્રીટ લાઇટ ફિક્ષચર રૂ.૬૦ હજારના ખર્ચે ખરીદ કરવા સહિતની ૨૬ દરખાસ્તો અંગે નિર્ણય કરવામાં આવ્યો હતો.

(3:45 pm IST)