Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

શ્રીનાથજી સોસાયટીમાં આતંક મચાવી થયેલ હુમલાના કેસમાં સમન્વયના પ્રમુખ સહિત ૧૨ના જામીન મંજુર

રાજકોટ,તા.૨૨: અત્રે મવડી પ્લોટની શ્રીનાથજી સોસાયટી-૧૧ માં મંગળવારે રાત્રીના પટેલ કારખાનેદારે અનેજેતપ૨ પોલીસ સમન્વયના પ્રમખ રોહિત ગાજીપરાએ બીજા અગીયાર જેટલા શખ્સો સાથે મળીપોતાના પૂર્વ કર્મચારી મોચી યુવાનના દ્યરે જઈ ફિલ્મી બે આંતક મચાવતાં દેકાનો મચી ગયો હતો.હુમલામાં મોચી યુવાન નિતેશ ચાવડા, તેના મોટાભાઈ દિપકભાઈ ચાવડા, પિતા દુર્લલભજીભાઈ,ભત્રીજા હિરેન તથા મિત્રને ઈજા થઈ હતી. અગાઉ મોચી યુવાન રોહિતના કારખાનામાં ત્યાં સોલાર સીસ્ટમ સેલ્સમેન તરીકે કામ કરતો હતો. હાલમાં બીજી કંપનીમાં કામે રહયો હોય પટેલકારખાનેદારે એ કંપનીના ભાવ સહિતના ડેટા માંગતા મોચી યુવાને ન આપતા હુમલો કરાયો હતો. આગુનામાં બારેય શખ્સોની માલવીયાનગર પોલીસે ધરપકડ કરી અદાલતમાં ૨જ્ૂ કરતા અદાલતે તમામનેજામીન મકત કરવા હુકમ કરેલ છે.

બનાવ અંગે માલવીયાનગર પોલીસે શ્રીનાથજી-૧ ૧માં રહેતાં અને ફોટોગ્રાફીનેં કામ કરતાં દિપકભાઈદુર્લભજીભાઈ ચાવડા (મોચી) (ઉ.વ.૪૭)ની ફરીયાદ પરથી રાધાનગરમાં રહેતા અને જયસન સોલારનામે કારખાનું ચલાવતાં પોલીસ સમન્વયવાળા રોહિત ગાજીપરા (પટેલ) તથા તેની સાથેના રાજનઅંકોલીયા, અજય (વેકરી ગામવાળો), રવિ (ડેયા ગામવાળો), તેજસ ગાજીપરા, પ્રશાંત ગાજીપરા અનેછ અજાણ્યા સામે આઈ.પી.સી.૩૨૩, ૫૦૪,૫૦૮ (૨), ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૧૩૫ (૧)મજબ ગનો નોંધાયો હતો.

ફરીયાદી દિપકભાઈનો નાનો ભાઈ નિતેશ અગાઉ રોહિત ગાજીપરાની ફેકટરીમાં કામ કરતો હતો અનેતેની સોલાર સીસ્ટમ વેંચતો હતો હાલમાં તેણે તેની નોકરી મુકી દીધી છે અને મનીષ પટેલની અલ્ટ્રાપાવર નામની સોલાર સીસ્ટમનું વેંચાણ કરે છે. રોહિતે નિતેશને ફોન કરી તે હાલમાં જે કંપનીના સોલારવેંચે છે તેની વિગતો આપવા ડેટા આપવા અને શું ભાવે વેંચાણ થાય છે ? તે સહિતની માહિતી આપવાફોન કરતાં નિતેશે ન આપતાં રોહિતે ટોળકી ૨ચી તેના દ્યરે જઈ આંતક મચાવ્યો હતો.

આ ગુનામાળ પોલીસે રોહીત ચકુભાઈ ગાજીપરા (ઉ.૪૧, રહે. રાધાનગ૨-૧૦, માયાણી ચોક પાસે), રવિરાજ જીવાભાઈ કટારીયા (ઉ. ૨૮, રહે. ડેયા, તા. ગોંડલ), મકેશ ભૂપતભાઈ પરમાર (ઉ.૩૦, રહે. ચંદ્દેશનગ૨—૮), રાજેશ ધીરજલાલ આંકોલીયા (રહે. સરદારનગર૨—૨, મવડી રોડ રાધારમણ), અજય અશોકભાઈ ચાવડા (ઉ.૨૮, રહે. વેકરી, તા. ગોંડલ), રાહુલ જયસખભાઈ ચાવડા (ઉ.૨૮, રહે. સરદારનગર, મવડી રોડ), રમેશ નરસીભાઈ સરમાણી (ઉ.૫૦, રહે. ચરખડી, તા.ગોંડલ), રવિ રાજેશભાઈ રામાણી (ઉ.૨૩, રહે. વોરાકોટડા રોડ, ગોંડલ), વિશાલ રમેશભાઈ રામાણી (ઉ.૨૮, રહે. મહેશ્વરી પાર્ક, મોરબી રોડ), પંકજ ધરમશીભાઈ શીંગાળા (ઉ.૪૧ રહે. રાજદીપ સોસાયટી-૪, ૪૦ ફૂટ રોડ), તેજસ ભીખાભાઈ ગાજીપરા (ઉ.૩પ, રહે. ક્રિષ્ના પાર્ક-૯, ૧૫૦ ફટ રીંગ રોડ) અને પ્રશાંત રમેશભાઈ ગાજીપરા (ઉ.૩૮ રહે. રાધાનગર ૮/૭૦, મવડી પ્લોટ)ની ધરપકડ કરેલ હતી.

તમામ આરોપીઓને ધરપકડ બાદ પોલીસે અદાલતમાં રજૂ કરતા તમામ આરોપીઓએ તેમના એડવોકેટ તુષાર એમ. ગોકાણી મારફત જામીન પ૨ મુકત થવા માંગણી કરતા અદાલતે સરકારી વકીલશ્રીને નોટીસ કર્યા બાદ બન્ને પક્ષોને સાંભળી સાંજે તમામ આરોપીઓને પોલીસ તપાસમાં સહકાર આપવા અને દર મહિનાની ૧ અને ૧૫ મી તારીખે પોલીસ સ્ટેશનમાં હાજરી પુ્રાવવાની કડક શરતોને આધીન જામીન પ૨ મુકત કરેલ હતા.

આ ક્રામમાં તમામ આરોપીઓ વતી જાણીતા યુવા એડવોકેટ તૃષાર ગોકાણી, રીપન ગોકાણી, કેવલ પટેલ, ક્રિષ્ના ગોર, ગૌરાંગ ગોકાણી, અંશ ભારદ્વાજ, હાર્દિક શેઠ, હર્ષ ભીમાણી રોકાયેલ હતા.

(3:35 pm IST)