Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

ગોંડલના સડક પીપળીયા નજીક કારખાનામાં સુતેલા ૭ માસના બાળક પર કાર ફરી વળીઃ મોત

રાજકોટ, તા., રરઃ ગોંડલના સડક પીપળીયા ગામ પાસે કારખાનામાં સુતેલા  ૭ માસના બાળક પર કાર ફરી વળતા કરૂણ મોત નિપજયું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલના સડક પીપળીયા ગામની સીમમાં આવેલ સોપાન ઇન્ડસ્ટ્રીઝ ઝોનના કારખાનામાં રવી બારીયા (ઉ.વ.૭ માસ) સુતો હોય કાર નં. જીજે૧૩ એન ૪૪૩૪ના ચાલક વિનેશ કુમાર પાડલીયાએ કાર પુરઝડપે ચલાવી સુતેલા બાળક પર ચડાવી દેતા ગંભીર ઇજા થતા તેનું કરૂણ મોત નિપજયું હતું.

આ બનાવ અંગે મૃતક બાળકના પિતા મનસુખભાઇ નગરસીંઘ બારીયા (રહે. મૂળ ગામ ઝાંઝરવા (એમપી) એ કાર ચાલક સામે ફરીયાદ નોંધાવતા તાલુકા પોલીસે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.માસુમ પુત્રના મોતથી આદિવાસી પરીવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

(3:35 pm IST)