Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

ગોંડલના ડૈયામાં ઉછીના આપેલ રૂપીયાની માંગણી કરતા ભરતભાઇ રાઠોડ સહિત બે પર પાઇપથી હુમલો

કોટડા સાંગાણના અરડોઇમાં નિલેશ ચાંડપાને હરેશ પટેલે લાકડી મારી પતાવી દેવાની ધમકી આપી

રાજકોટ, તા., રરઃ ગોંડલ તાલુકાના ડૈયા ગામે ઉછીના આપેલ રૂપીયાની માંગણી કરતા યુવાન સહિત બે પર પાઇપથી હુમલો થતા પોલીસમાં ફરીયાદ થઇ છે.  પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલના ડૈયા ગામે  રહેતા ભરત રામજીભાઇ રાઠોડ સહિત બે પર તે જ ગામના કાર્તિક હરીભાઇ રાઠોડે પાઇપથી હુમલો કરી ઇજા કરી હતી. ઇજાગ્રસ્ત ભરતભાઇએ આરોપીને અગાઉ હાથ ઉછીના રોકડા રૂ. ર૦૦ આપેલા હતા જે માંગતા આરોપીને સારૂ નહી લાગતા ઉશ્કેરાઇ જઇ ભરતભાઇ સહીત ર પર પાઇપથી હુમલો કર્યો હતો. આ અંગે ફરીયાદ થતા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે. બીજા બનાવમાં કોટડા સાંગાણીના અરડોઇ ગામન સીમમાં   નિલેશ ખીમજીભાઇ ચાંડપા (રહે. દેવચડી) પર અરડોઇના હરેશ બચુભાઇ ઠેસીયાએ લાકડીથી માર મારી ઇજા કરી પતાવી દેવાની ધમકી આપી હતી. તેમજ જાતી પ્રત્યે અપમાનીત કરતા શબ્દો કહયા હતા. આ અંગે ફરીયાદ થતા કોટડા સાંગાણી પોલીસે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(3:34 pm IST)