Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

જાહેરાતથી ગ્રાહકોનું વલણ બદલી શકાય

જાહેરાતએ તમામ પ્રમોશનલ તત્વોમાં સૌથી વધુ ખર્ચાળ છે, પરંતુ પરિણામલક્ષી છે * એડવર્ટાઈઝીંગ એન્ડ પ્રમોશન મેનેજમેન્ટ વિષે કે.એસ.પી.સી.નો વાર્તાલાપ

રાજકોટ,તા.૨૨: કચ્છ- સૌરાષ્ટ્ર પ્રોડકટીવીટી કાઉન્સીલના સેન્ટર ફોર મેનેજમેન્ટ ડેવલપમેન્ટ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ.લીના સહયોગથી '' એડવર્ટાઈઝીંગ એન્ડ પ્રમોશન મેનેજમેન્ટ'' વિષયે રાજકોટના મેનેજમેન્ટ કન્સલટન્ટ અને લીડરશીપ એડવાઈઝર પાર્થ શેઠના   વાર્તાલાપનો કાર્યક્રમ કાઉન્સીલના પ્રમુખ શ્રી હસુભાઈ દવેના અધ્યક્ષસ્થાને યોજવામા આવેલ હતો. કાર્યક્રમના પ્રારંભે કાઉન્સીલના ઉપપ્રમુખ શ્રી ડી.જી.પંચમીયાએ કાર્યક્રમનાં વિષય ઉપરની માહિતી તથા વકતાનો પરિચય આપેલ હતો. કાઉન્સીલના પ્રમુખ શ્રી હસુભાઈ દવેના હસ્તે મુખ્ય વકતા પાર્થ શેઠનુ પુષ્પગુચ્છથી સ્વાગત કરી મોમેન્ટો અર્પણ કરવામા આવેલ હતો.

કાર્યક્રમના અધ્યક્ષ શ્રી હસુભાઈ દવેએ તેમના પ્રાસંગીક પ્રવચનમાં જણાવેલ હતુ કે આજના સમયમાં જાહેરાતોનુ ખુબ જ મહત્વ છે અને તેની પાછળ ખુબ જ ખર્ચ કરવામાં આવી રહ્યો છે. તે સસ્તુ નથી હોતુ તેનો સેકન્ડના ભાગમા ભાવ ચુકવવામાં આવે છે. અને જો તે જાહેરાતની સાચી અસર ગ્રાહક ઉપર થાય તો તે ખર્ચ વસુલ પણ થઈ જાય છે. ટીવીમાં દેખાડવામાં આવતી જાહેરાતો નાના બાળકોથી લઈ ને બધાને મોઢે રહી જાય છે એ રીતે જાહેરાત પ્રસ્તુત કરવામાં આવે છે.

કાર્યક્રમના મુખ્ય વકતા શ્રી પાર્થ શેઠ એ તેના વાર્તાલાપમાં જાહેરાત અને પ્રમોશન મેનેજમેન્ટ પર વિસ્તૃત ચર્ચા કરી હતી. વ્યાખ્યાન દરમ્યાન તેમણે કોર્પોરેટ માર્કેટર્સને ઉપલબ્ધ ચાર પ્રકારના પ્રમોશન વિશે જણાવ્યુ હતુ જેમાં જાહેરાત,વેચાણ, પ્રમોશન,જાહેર સંબંધો અને વ્યકિતગત વેચાણ વિશે માહિતી આપી તેની ગતિશીલતા અને સુસંગતતા સમજાવી હતી અને ફેવિકોલ, કેડબરી, પેપર બોટ વગેરે જેવી અગ્રણી બ્રાન્ડસના લાઈવ કેશ સ્ટડીઝ પણ શેર કર્યા હતા અને તે બ્રાન્ડસ નિર્માણ પાછળના મિકેનિકસ પર વિસ્તૃત ચર્ચા કરી હતી. જાહેરાત એ તમામ પ્રમોશનલ પ્રવૃતિમાં સૌથી વધુ ખર્ચાળ છે તેથી જવાબદારીથી અને કાળજીપુર્વક તેનુ સંચાલન આવશ્યક છે.જાહેરાત એ લોકોના મનના વસ્તુ પરના નકારાત્મકતાના ભાવને દુર કરે છે અને તેના મનમા એક અલગ જ છબી તૈયાર કરે છે.જાહેરાતથી તમે ગ્રાહકોના વલણને બદલી શકે છે.એડવર્ટાઈઝીંગના મુખ્યત્વે બે પ્રકાર હોય છે જેમા ઓર્ગેનાઈઝેશનલ એડવર્ટાઈઝીંગ અને પ્રોડકટ એડવર્ટાઈઝીંગ.

કાર્યક્રમના અંતે આભાર દર્શન કાઉન્સીલની ટ્રેનીંગ પ્રોગ્રામ કમીટીના ચેરમેન શ્રીદિપકભાઈ સચદેએ કરેલ હતુ. કાર્યક્રમમાં કાઉન્સીલના મેમ્બર્સ, વિવિધ કંપનીના અધિકારીઓ, સન સાઈન કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(3:32 pm IST)
  • ઈન્દ્રનું સિંહાસન સોંપી દયે તો પણ ભાજપનો ભરોસો ન કરાય : શિવસેના પ્રવક્તા સંજય રાઉત : કોંગ્રેસ, NCP તથા શિવસેનાની યુતિ દ્વારા મહારાષ્ટ્રમાં શિવસેનાનો જ મુખ્યમંત્રી બનશે access_time 12:26 pm IST

  • રાત્રે છત્તીસગઢમાં ભયંકર અકસ્માત : ચાર મહિલા સહીત આઠ લોકોના મોત : છત્તીસગઢના બેમેતરા જિલ્લાના મોહભટ્ટા પાસે કાર તળાવમાં ખાબકી : એક જ પરિવારના આઠ લોકોના કરૂણમોત : મોહતારાથી બેમેતરા જતી આઈ-20 કારના ચાલકે કાબુ ગુમાવતા ઊંડા તળાવમાં ખાબકી: ડૂબી જવાથી આઠ લોકોના મોત access_time 1:07 am IST

  • મહારાષ્ટ્રમાં મહામંત્રણા અંતિમ તબક્કામાં : મહારાષ્ટ્રમાં સરકાર રચવા અત્યારે સાંજે ૫ વાગ્યે શિવસેના, એનસીપી અને કોંગ્રેસની મહત્વની અંતિમ બેઠક ચાલી રહી છે : સાંજે મોડેથી સરકાર રચવા દાવો કરવામાં આવશે તેમ જાણવા મળે છે access_time 5:23 pm IST