Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

ચેક રિટર્નના કેસમાં વિંછીયાના વેપારીને એક વર્ષની સજા અને વળતર ચુકવવા હુકમ

રાજકોટ તા. રરઃ વિછિંયાનાં વેપારી મારૂતિ મોટર રીવાઇન્ડીંગનાં પ્રોપરાઇટરને ચેક રીર્ટનનાં કેસમાં એક વર્ષની કેદની સજા ફરમાવતા આદેશ રાજકોટની ફોજદારી કોર્ટ ફરમાવેલ છે.

આ કેસની હકીકત એવી છે કે, રાજકોટ જિલ્લાનાં વેરાવળ (શાપર) મુકામે મે. ઓલવીન ઇન્ડસ્ટ્રીઝનાં નામથી ચાલતી ભાગીદારી પેઢીમાંથી આરોપીએ ઉધાર માલ ખરીદ કરેલ અને ઉધાર માલની ખરીદીની બાકી લેણી નીકળતી રકમ રૂ. ૮ર,૬પ૧/- ફરીયાદીને ચુકવવાનાં હેતુથી આરોપી વિછિંયાનાં વેપારી 'મારૂતિ મોટર રીવાઇન્ડીંગ'નાં પ્રોપરાઇટર રવિવરાજ એસ. ખાચર દ્વારા એચ.ડી.એફ.સી. બેંક, વિછિંયા શાખાનો ફરિયાદીને આપેલ ચેક 'ફંડ ઇન્સફીસીયન્ટ'નાં કારણોસર રીર્ટન થતા ફરીયાદીએ રાજકોટની ફોજદારી કોર્ટમાં ફરીયાદ દાખલ કરેલ.

આ ફરીયાદ ચાલી જતાં અદાલતે ફરીયાદપક્ષનો પુરાવો ધ્યાને લઇને તેમજ ઉચ્ચ અદાલતોનાં ચુકાદાઓ ધ્યાને લઇ આરોપી રવિરાજ એસ. ખાચરને ચેક રીર્ટનના ગુન્હાનાં કામે એક વર્ષની કેદની સજા તેમજ ચેકની રકમ રૂ. ૮ર,૬પ૧/- નું વળતર ચુકવવા હુકમ ફરમાવેલ છે. આ કામે ફરીયાદી વતી ધારાશાસ્ત્રી કેતન એન. સિંધવા અને અતુલ વી. પટેલ રોકાયેલા હતા.

(3:28 pm IST)