Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

જેલની હાઇસીકયુરીટી બેરેકમાં કેદી આરીફ શેખે નમાઝ પઢવાના મુસલ્લામાં છુપાવેલ મોબાઇલ મળ્યો

રાજકોટ,તા.૨૨: શહેરની મધ્યસ્થ જેલની હાઇસીકયુરીટી બેરેકમાં કાચા કામના કેદીએ નમાઝ પઢવાના મુસલ્લાના છુપાવેલો મોબાઇલ મળી આવતા પ્રનગર પોલીસ મથકમાં ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ મધ્યસ્થ જેલમાં ગ્રુપ -૨માં જેલર તરીકે ફરજ બજાવતા કે.એમ સાધુએ પ્રનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ગઇ કાલે પોતે પોતાની ફરજ પર હતા ત્યારે સાંજે જેલના સ્થાનીક ઝડતી સ્કવોડ દ્વારા હાઇસીકયુરીટી વિભાગમાં પ્રવેશ કરતા યાર્ડ નં ૧૦ની જનરલ બેરેકમાં પ્રવેશ કરતા કામા આરોપી આરીફ રજાકભાઇ શેખએ બેરેકના સંડાસ બાથરૂમના ભાગેથી ઝડપથી ચાલી પોતાની પાસે છુપાવેલ સીલ્વર કલરનો મોબાઇલ તથા ચાર્જર બેરેકની દિવાલના ભાગે લટકાવવામાં આવેલ નમાઝ પઢવાના મુસ્લ્લામાં છુપાવી દીધો હતો. જે અંગેની આ કેદી પર શંકા જતા તે સ્થળની તથા આરોપીની ઝડતી કરતા ત્યાંથી આ મોબાઇલ અને ચાર્જર તથા સીમકાર્ડ સાથે ચાલુ હાલતમાં મળી આવ્યો હતો. બાદ જેલના સીસીટીવી ફુટેજ જોતા આરીફ શેખ જ આ મોબાઇલ ત્યાં છુણાવેલ હોવાનું સ્પષ્ટ થયુ હતું. અને ચકાસણી માટે એફ.એસ.સેલ ખાતે સાયબર ફોરેન્સીક વિભાગમાં મોબાઇલ મોકલવા આવશે આ અંગે પ્રનગર પોલીસ મથકના આર.એન. હાથલીયા તથા રાઇટર આનંદભાઇએ તપાસ હાથ ધરી છે.

(1:02 pm IST)