Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

૩૦ લાખના ચેક રિટર્નના કેસમાં પોલીસ પુત્રને એક વર્ષની સજા અને ૩૦ લાખ ફરીયાદીને ચુકવવા હુકમ

૧૨૦૦ કરોડની દેવેન માલવીયાવાળી સ્ક્રીમમાં રોકાણ અર્થે લીધેલ

રાજકોટ,તા.૨૨: સમ્રગ સૌરાષ્ટ્ર, ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર ભારત દેશમાં મિડીયા તથા ચેનલો અને લોક જીભે ચર્ચાના એરણે રહેલ વિઝન ઈકવીટી એન્ડ કોમોડીટીઝના સંચાલક દેવેન માલવીયા દારા જુદી જુદી સ્કિમના ઓથા હેઠળ સમગ્ર દેશમાંથી સંચાલકો, એજન્ટો, ધ્વારા રોકાણ કરાવી મોટી રકમના વળતરોની લાલચો આપી ઉધોગપતી, વેપારી, ઉચ્ચ સરકારી નોકરીયાત સહીતનાઓના આશરે રૂ. ૧૨૦૦ કરોડ ઓળવી જવાના કારણે ચકચાર જગાવનાર પ્રકરણમાં પોલીસ કમિશ્નર કચેરીના પૂર્વ પોલીસ કર્મચારીના પુત્ર આરોપી આશિષ અશોકભાઈ છત્રાને રૂ. ૩૦ લાખના ચેક રીર્ટન કેસમાં એક વર્ષની સજાનો હુકમ સાથે રૂ.૩૦ લાખ વળતર પેટે ફરીયાદીને એક માસમાં ચૂકવવા નહીતર વધુ છ માસની સજાનો હુકમ ફરમાવતા કોર્ટ પરિસરમાં ચર્ચાનો વિષય બની ગયેલ હતો.

આ કેસની હકીકત જોઈએ તો જે તે સમયે રૈયા રોડ ૫૨ ઈન્કમ ટેક્ષ સોસાયટી પાસે ૬, શિવાજી પાર્કના રહેતા આશિષ અશોકભાઈ છાત્રા કે જેઓ દારા દેવેન માલવીયાની જુદી જુદી સ્કિમો પૈકી કોમોડીટીઝમાં રકમનું રોકાણ કરવાથી સારા એવા વળતરની લાલચ આપી પાડોશી ભાવેશ કરશનભાઈ ગોહેલ પાસેથી રૂ.૩૦ લાખ દેવેન માલવીયવાળી કોમોડીટી સ્કીમમાં રોકાણ અર્થે મેળવી સારા વળતર સાથે રકમ માગો ત્યારે પરત કરવા વચન, વાયદા આપી બાદ તે મુજબ ના વર્તી તે રકમ પરત કરવા ફરીયાદી જોગ ચેક ઈસ્યુ કરી આપતી વખતે રીર્ટન થશે નહી, પાસ થઈ જશે તેવા આપેલ વચન વાયદા મુજબ ના વર્તો ચેક રર્ટન થતાં આશિષ છત્રા વિરૂધ્ધ રાજકોટની અદાલતમાં સને ૨૦૧૧ ના અરસામાં દાખલ કરવામાં આવેલ.

કોર્ટ બંને પક્ષની રજુઆતો રેકર્ડ પરનો પુરાવો તથા ચુકાદાઓની હકોકતો લક્ષે લેતા આરોપીએ એફ.અસ. મા ચેક ચોરી લઈ તેનો દુરઉપયોગ કરેલનો બચાવ લીધેલ છે- અને તે સબંધે એફ.આઈ.આર. પંચનામું રજુ કરેલ છે, આરોપીતરફેથી કાયદેસરના લેણાના ચેકનું ઉલટતપાસમાં ખંડન થઈ શકેલ નથી ફરીયાદપક્ષે દસ્તાવેજો ભારતીય પુરાવાઅધિનિયમ મુજબ સાબિત કરેલ છે, કાયદા મુજબ એડમીશનનું અનુમાન ફરીયાદીની ફેવરમાં થાય તે રીબર્ટ કરવાનીજવાબદારી આરોપીના શીરે છે, ૩૦ લાખ રોકાણ કરવા આપેલ, રોકડમાં આપેલ, એકીસાથે આપેલ તે રૌબર્ટ થઈશકેલ નથી, બેંક તથા પોસ્ટના સાક્ષીની જુબાનીથી પણ ફરીયાદપક્ષનો કેસ સાબિત કરેલ છે આરોપીએ ચેક આપેલનુંઅને તેમા સહી હોવાનું પુરવાર થાય છે આરોપી ફરીયાદના પડોશી હોય ૩૦ લાખ મેળવી કોમોડીટીમાં રોકાણકરેલનું જણાવેલ તે રકમ ફરીયાદી માગે ત્યારે વળતર સાથે પરત આપવા બાહેંધરી આપેલ અને તે રકમ ચુકવવાચેક ઈસ્યુ કરી આપેલ જે બેંકના વીટનેશના પુરાવાથી સમર્થન મળે છે જેનુ ખંડન કરી શકેલ નથી, નોટીસ બજેલ નહોવાનો આરોપીનો બચાવ પોસ્ટના વીટનેશની જુબાની જોતા ટકી શકે તેમ નથી, આરોપીએ ચેક ચોરી સબંધે લીધેલ મભમ બચાવ તેને જ રજુ કરેલ દસ્તાવેજમાં પુરવાર થતો નથી ચેક મુજબનું લેણુ આરોપી પાસે કાયદેસરનું વસુલાતપાત્ર હતુ તેવી હકીકત રજુ મૌખીક તથા દસ્તાવેજી પુરાવાથી સ્પષ્ટ બને છે, માત્ર ફરીયાદીની ઉલટ દરમ્યાન ડીનાઈલ સ્વરૂપે પ્રશ્ન પુછવાથી અથવા દલીલના તબકકે માત્ર દલીલ કરવાથી ફરીયાદવાળા ચેકનો દુરઉપયોગ કરેલ હતુ તેવી હકીકતો ટકી શકે નહી, આરોપીના ચેકનો દુરઉપયોગ થયેલ હોય તો બોકસમાં આવીને ફરીયાદીના રજુ મૌખીક તથા દસ્તાવેજી પુરાવાનું ખંડન કરતો પુરાવો રજુ કરવો જોઈએ, ચેક આરોપીએ ફરીયાદોને કાયદેસરના દેવાની ચુકવાણી પેટે આપેલ હતો તેવુ રેકર્ડ પર પુરવાર થાય છે ત્યારે આરોપીને તકસીરવાન ઠેરવવાનું યોગ્ય માની આરોપી આશિષ છત્રાને એક વર્ષની સજા અને ૩૦ લાખ ફરીયાદીને એક માસમાં ચુકવવા અને તેમા કસુર કર્યે વધુ છ માસની સજાનો હુકમ ફરમાવવામાં આવેલ.

ઉપરોકત કામમાં ફરીયાદી ભાવેશ ગોહેલ વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભવનેશ શાહી, કૃણાલ શાહી તથા ચેતન ચોવટીયા રોકાયેલ હતા.

(11:41 am IST)