Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

અનુસૂચિત જાતિ સામુદાયિક ખેતી સહકારી મંડળીના સભ્યોને ખેડવાણ જમીનના રેકર્ડમાં સભ્યને કબ્જેદાર બનાવો

રાજકોટના પ્રકાશભાઇ ગરનો મહેસુલ સચિવને પત્રઃ વિસ્તૃત રજૂઆતો કરાઇ

રાજકોટ તા.૨૨: એરપોર્ટ રોડ ઉપર ૨-નરસિંહ નગરમાં રહેતા પ્રકાશભાઇ ગરે મહેસુલઉપ. સચિવને પત્ર પાઠવી અનુસુચિત જાતિ સામુદાયીકખેતી સહકારી મંડળીઓને સભ્યો માટે સાંથણીમાં આપવામાં આવતી ખેડવાણ જમીન અંગે અને અનુસુચિત જાતિ સામુદાયીક ખેતી સહકારી મંડળીના સભ્યોને સાંથણીમાં સભ્ય દરજજે આપવામાં આવતી ખેડવાણ જમીનના રેકર્ડમાં સભ્યનું કબજેદાર તરીકે નામ દર્શાવવા અંગે માંગણી કરી હતી.પત્રમાં જણાવેલ કે અમે અરજી કરનાર પ્રકાશભાઇ ખીમજીભાઇ ગર, અનુસુચિત જાતિના હોઇએ. રાજકોટ તાલુકા અનુસુચિત જાતિ સામુદાયિક ખેતી સહકારી મંડળી લી. (મંડળી નોંધણી નં.ખે/૭૪૬,તા.૧૯-૧૨-૧૯૮૩)ના સભ્ય દરજજે રાજકોટ તાલુકાના મોજે ગામઃ ગવરીદડના સરવે નં.૪૧૩/ પૈકીની મંડળીને સભ્યોને ખેતી કરવા સાંથણીમાં આપેલ જમીન સભ્ય દરજજે ધારણ કરી ખેતીકામ કરી અમારા પરીવારનું ગુજરાન કરીએ છીએ.

સરકારશ્રીનો સાંથણીમાં જમીન આપવાનો હેતુ મુખ્યત્વે સદરહુ પ્રક્રિયા અન્વયે સરકારશ્રીના હસ્તકની ફાજલ ગણી કબ્જે લીધેલ જમીન ગરીબ અને જમીન વિહોણાં ખેત મજુરોને તેમજ અનુસુચિત જાતિમાં સમાવિષ્ટ થતા લોકોનું ધોરણ જીવવા લાયક અને તેમના પરીવારના સભ્યોનું પાલન પોષણ સુચારૂ રૂપે થઇ શકે તેમજ આવા લોકોને ગુજરાન કરવાનું એક સાધન ઉપલબ્ધ થઇ શકે તેવા ખુબજ ઉમદા પ્રકારનો અને નિષ્ઠાવાન હેતુ છે.

હું રાજકોટ તાલુકા અનુસુચિત જાતિ સામુદાયિક ખેતી સહકારી મંડળી લી.ના સભ્ય દરજજે ગૌરીદડ ગામના સરવે નં.૪૧૩/પૈકીની એકર ૧૩-૦૦ ગુંઠા જમીન ધારણ કરૃં છું અને આ જમીનમાં ખેતી કરી મારૃં અને મારા પરિવારનું ગુજરાન ચલાવું છું. અમોએ સાંથણીમાં મંડળીના સભ્ય દરજજે મળેલ જમીન કે જે ખાડા ટેકરાવાળી અને બીન-ઉપજાઉ હતી તે સખત મહેનત કરી સમથળ કરી નવસાધ્ય કરી ખેતી લાયક બનાવેલ છે. આ માટે મે મારી પાસે જે થોડી ઘણી મુડી હતી તે પુરેપુરી ખર્ચી નાખેલ છે.

ઉપરોકત રજુઆતો ધ્યાને લઇ આપ સાહેબશ્રીને વિનંતી કરવાની કે ખેત મંડળીઓના સભ્ય દરજજે ખેડવાણ જમીન ધારણ કરી ખેતી કરતા સભ્યનું નામ રેવન્યુ રેકર્ડમાં બીજા હકકોની નોંધ તરીકે કબ્જેદાર તરીકે દર્શાવવામાં આવે તે બાબતે નીતિ વિષયક અને યોગ્ય કાર્યવાહી કરી મંડળીના સભ્યોને તેમને સાંથણીમાં મળેલ જમીન ગેરકાયદેસર રીતે છીનવાઇ જતી અટકાવવા ગુજરાતમાં આવેલ અસંખ્ય મંડળીઓના સભ્યોનું હિત જળવાઇ તેવી કાર્યવાહી કરવા અરજ છે.

(11:33 am IST)