Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

૧૫૦ રીંગ રોડ-અમીન માર્ગના ખૂણે ૧૩૦૦ ચો.મી.નો હોકર્સ ઝોન

કાલે સ્ટેન્ડીંગ કમીટીની બેઠકઃ ૨૬ દરખાસ્તોનો થશે નિર્ણય : કોઠારીયા - અંબાજી કડવા પ્લોટમાં નવા સ્કુલ - બિલ્ડીંગ બનશેઃ કે.કે.વી ચોકમાં નવુ બી.આર.ટી.એસ. બસ સ્ટોપ બનાવાશે

રાજકોટ, તા. ર૧ : શહેરની ટ્રાફીક સમસ્યા ઉકેલવા મ્યુ. કોર્પોરેશન દ્વારા જાહેર રસ્તાઓ પરથી રેંકડી-કેબીનના દબાણો દૂર કરી વિવિધ વિસ્તારમાં હોકર્સ ઝોન બનાવવામાં આવી રહ્યા છે જે અન્વયે  શહેરના વોર્ડ નં.૮માં અમિન માર્ગ, ૧પ૦ ફુટ રીંગ રોડના ખૂણે ૧૩૦૦ ચો.મી.ના પ્લોટમાં હોકર્સ ઝોન બનાવવા કોઠારીયા, અંબાજી કડવા પ્લોટમાં નવા સ્કૂલ બિલ્ડીંગ બનાવવા તથા કે.કે.વી. ચોકમાં બીઆરટીએસ બસ સ્ટોપ બનાવવા સહિતની ર૬ દરખાસ્તોનો આવતી કાલે મળનાર સ્ટેન્ડીંગ કમીટી મીટીંગમાં નિર્ણય કરાશે.

આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ મ્યુ.કોર્પોરેશનની સ્ટેન્ડીંગ કમીટીની મીટીંગ આવતીકાલે તા. રરના બપોરે ૧ર કલાકે મ્યુ. કોર્પોરેશન કચેરીના પ્રથમ માળે આવેલ સ્ટેન્ડીંગ કમીટી મીટીંગ રૂમમાં સ્ટે.ચેરમેન ઉદય કાનગડની અધ્યક્ષતામાં મળશે. આ સ્ટેન્ડીંગમાં શહેરના વિવિધ વિકાસ કામોની દરખાસ્તો અંગે નિર્ણય લેવાશે જે આ મુજબ છે.

વોર્ડ નં.૮માં હોકર્સ ઝોન બનશે

શહેરના વોર્ડ નં.૮માં અમિન માર્ગ ૧પ૦ ફુટ રીંગ રોડના ખૂણે ૧૩૦૦ ચો.મી.ના પ્લોટમાં હોકર્સ ઝોનમાં પેવીંગ બ્લોક તથા ૧૭૪ ચો.મી.માં ચેઇન બ્લોક જાહેર તથા ટોયલેટ બ્લોક રૂ.ર૧.૬૪ કરોડના ખર્ચે બનશે. આ કામ માટે કુલ ૪ એજન્સીએ રસ દાખવ્યો હતો.

વોર્ડ નં.૧૩ અને ૧૮માં નવુ સ્કૂલ બિલ્ડીંગ

શહેરનો વોર્ડ નં.૧૩માં અંબાજી કડવા પ્લોટમાં શાળા નં. ૬૯ માટે રૂ.ર.૩૧ કરોડના ખર્ચે વોર્ડ નં. ૧૮માં કોઠારીયા સ્ટેશન પ્રા. શાળાની જગ્યામાં રૂ. ૩.૦૧ કરોડના ખર્ચે નવુ બિલ્ડીંગ બનાવવામાં આવશે.

આ શાળાઓમાં ગ્રાઉન્ડ ફલોરમાં પ કલાસરૂમ, એક પ્રિન્સીપાલ રૂમ, એક કલાર્ક રૂમ એક સ્પોર્ટસ રૂમ, પ્રાર્થના-મલ્ટી એકટીવીટી માટે હોલ તથા વિદ્યાર્થી-વિદ્યાર્થીની માટે અલગ અલગ ટોઇલેટની સુવિધા, પ્રથમ માળે ૩ કલાકસરૂમ , લાઇબ્રેરી, ર લેબોરેટરી, કોમ્પ્યુટર રૂમ, મલ્ટીમીડિયા રૂમ તથા વિદ્યાર્થી-વિદ્યાર્થીની માટે અલગ અલગ ટોઇલેટની સુવિધા આપવામાં આવનાર છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ માટે પ્લે ગ્રાઉન્ડ, વરસાદી પાણીના બચાવ માટે રેઇન વોટર હાર્વેસ્ટિંગ સીસ્ટમ, ગાર્ડન, જરૂરી પાર્કીંગ, જરૂરી ફર્નીચર, ઇલેકટ્રીક ફીકચર્સ તેમજ સિકયોરીટી રૂમ સહિતની વ્યવસ્થા હશે.

બસ સ્ટોપ

શહેરના ૧પ૦ ફુટ રીંગ રોડ પર બનાવવામાં આવેલ બીઆરટીએસ રૂટ પર કે.કે.વી. ચોક ખાતે બીઆરટીએસ બસ હોલ્ટર ન હોવાને કારણે તંત્ર દ્વારા અહીં રૂ. ૪૩.પપ કરોડના ખર્ચે બસ સ્ટોપ બનાવવામાં આવશે. આ બસ સ્ટોપ બનવાની ઇન્દિરા સર્કલના બસ સ્ટોપની ભીડ સમસ્યા હલ થશે.

આ ઉપરાંત વોર્ડ નં.૭માં આવેલ આજી નદી લાગુ કપિલા હનુમાન મંદિર સામે દિવાલ બનાવવા, ગોંડલ ચોક ખાતે બીઆરટીએસ રૂટ પર આવેલા બસ સ્ટોપનું વિસ્તરણ કરવા, વોર્ડ નં.૯નો મીરાનગર અને ગોપાલ ચોક વિસ્તારમાં પેવિંગ બ્લોક નાંખવા તથા વોર્ડ નં. રનાં વિવિધ વિસ્તારમાં પેવિંગ બ્લોક નાંખવા સહિતની ર૬ દરખાસ્તો અંગે આવતીકાલે મળનાર સ્ટેન્ડીંગ સમીટીની બેઠકમાં નિર્ણય થશે.

(3:45 pm IST)
  • શિયાળુસત્રમાં પીએમ મોદીએ મંત્રીઓને સદનમાં હાજર રહેવા કરી ટકોર : મોદીએ સખત શબ્દોમાં કહ્યું કે સામાન્ય દિવસોમાં મંત્રીઓની મોજુદગી કેટલી ઓછી હોય છે તેનો અંદાજ લગાવી શકાય છે access_time 1:10 am IST

  • રાત્રે છત્તીસગઢમાં ભયંકર અકસ્માત : ચાર મહિલા સહીત આઠ લોકોના મોત : છત્તીસગઢના બેમેતરા જિલ્લાના મોહભટ્ટા પાસે કાર તળાવમાં ખાબકી : એક જ પરિવારના આઠ લોકોના કરૂણમોત : મોહતારાથી બેમેતરા જતી આઈ-20 કારના ચાલકે કાબુ ગુમાવતા ઊંડા તળાવમાં ખાબકી: ડૂબી જવાથી આઠ લોકોના મોત access_time 1:07 am IST

  • સિયાચીનને પર્યટકો માટે ખોલવાના ભારતના નિર્ણંયથી પાકિસ્તાન ફફડ્યું : પાકિસ્તાને ફરીવાર કાશ્મીર રાગ આલાપ્યો : આર્ટિકલ 370 હટાવ્યા બાદથી નિવેદનબાજી કરતા પાકિસ્તાને ફરીવાર ભારત સામે ઝેર ઓક્યું : વિશ્વના સૌથી ઉંચા યુદ્ધ ક્ષેત્ર મનાતા સિયાચીનને પર્યટકો માટે ખુલ્લું મુકાવા માટે પાકિસ્તાને વાંધો ઉઠાવ્યો :પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ડો,મોહમ્મ્દ ફૈઝલે કહ્યું કે સિયાચીન વિવાદી ક્ષેત્ર છે ત્યારે ભારત પર્યટકો માટે કેમ ખોલી શકે ? ફોટો siyachin access_time 1:05 am IST