Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

નિધિ ખખ્ખર સહિત અપહરણ કેસમાં ફરાર ધવલ ત્રિવેદીના ફોટા-નોટીસ સ્કુલોમાં મુકવા આદેશ

વાસ્તવમાં બહારના રાજયોમાં પણ ફોટા નોટીસ પણ મુકવા જોઇએ જેથી આરોપી પકડાઇ જાય

રાજકોટ, તા. ર૧ :  ચોટીલાની નિધિ ખખ્ખર સહિત અન્ય યુવતિઓના અપહરણ કેસમાં ફરાર ધવલ ત્રિવેદીને ઝડપી લેવા માટે સ્કુલોમાં પરિપત્ર મોકલીને વિદ્યાર્થીઓ શિક્ષકોને જાણ થાય તે રીતે સ્કુલોમાં ફોટા સાથેની નોટીસ મુકવા ડીઇઓ ડીપીઓને આદેશ અપાયા છે.

જો કે આ ધવલ ત્રિવેદી ઘણા સમયથી લાપતા હોવાથી અય રાજયોમાં પણ ફોટા-નોટીસ પણ મુકવા જોઇએ જેથી અન્ય રાજયના લોકો જો ધવલ ત્રિવેદીને જોવે તો પોલીસને જાણ કરી શકે.

નિધિ ખખ્ખરના અપહરણ કેસમાં છેલ્લા એક વર્ષી સીબીઆઇ દ્વારા આરોપી ધવલ ત્રિવદી સામે તપાસ ચાલી રહી છે. આ કેસની વધુ વિગતો મુજબ સીબીઆઇ તપાસમાં ધવલ ત્રિવેદી સામે સગીર વયની બાળકીઓનું અપહરણ કરવાના કેસમાં રાજકોટ જિલ્લામાં એફઆરઆઇ પણ થઇ છ. ધવલ ત્રિવેદી દ્વારા ભારતના અલગ અલગ રાજયોમાં અંતરીયાળ વિસ્તારોમાં સ્કુલોમાં આચાર્ય કે શિક્ષક કે વહિવટદાર બનીને તેમજ અંગ્રેજી વિષયનું ટયુશન આપવાના બહાને આવા કૃત્યો કરવામાં આવ્યા છે.

ઉપરાંત જુદા જુદા ઉપનામ રાખી વિવિધ રાજયોમાં મુકેલી રાશનકાર્ડ, ચૂંટણી કાર્ડ પણ બનાવ્યા છે. આ તમામ વિગતો સાથે સીબીઆઇ સ્પેશ્યલ ક્રાઇમ બ્રાંચ-નવી મુંબઇ દ્વારા ગુજરાત સરકારના શિક્ષણ વિભાગને પત્ર લખવામાં આવ્યો છે જેને લઇને પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા તમામ ડીઇઓ, ડીપીઓ અને શાસનાધિકારીઓને પરિપત્ર કરીને જણાવવામાં આવ્યું છે કે તમારા તાબા હેઠળની તમામ સ્કુલોમાં આ બાબતે જાણ કરવામાં આવે અને શિક્ષકો વિદ્યાર્થીઓને જાણ થાય તે રીતે ધવલ ત્રિવેદીના ફોટા-વિગત સાથેનો કાગળ નોટીસ બોર્ડ પર મુકવા જાણ કરવામાં આવે. ઉપરાંત ધવલ ત્રિવેદી કોઇપણ સ્કુલોમાં કે આસપાસ જોવા મળે તો સીબીઆઇ સ્પેશ્યલ ક્રાઇમ બ્રાંચને જાણ કરવામાં આવે.

(3:49 pm IST)