Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

વાંક પરિવારની ભાગવત કથામાં ગોવર્ધન પર્વતની થીમનું આકર્ષણ

ભાવિકો માટે તેડવા - મૂકવાની વાહન વ્યવસ્થા : મહાનુભાવોની હાજરી : સાંસ્કૃતિક કાર્યક્રમોમાં જમાવટ

રાજકોટ : વાંક પરિવાર દ્વારા મવડીમાં શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. સપ્તાહ દરમિયાન મહાપ્રસાદ,ભવ્ય લોકડાયરો, દાંડિયા રાસ, શ્રીનાથજીની ઝાંખી, માતાજીનાં ગુણગાન (દેવ ડાયરો),  સહિતનાં અનેક કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. ભાગવત કથામાં સૌપ્રથમ વખત ગોવર્ધન પર્વત થીમ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ભાગવત સપ્તાહમાં ચાર દિવસમાં ૭૦ હજાર થી વધુ લોકો એ મહાપ્રસાદનો લાભ લીધો હતો. લોક ડાયરામાં માયાભાઈ આહીર અને દેવરાજ ગઢવી પર લાખો રૂપિયાનો વરસાદ થયો હતો. જીગ્નેશ કવિરાજના દાંડિયા રાસમાં હજારો લોકો રાસ ગરબે રમ્યા, શ્રીનાથજીની ઝાખીમાં કથાકાર પૂ. જીગ્નેશ દાદા પણ ઉપસ્થિત રહેલ. કે. વી. ફિલ્મ્સ દ્વારા યુ - ટ્યુબમાં લાઈવ પ્રસારણ કરવામાં આવી રહ્યું છે. આ પ્રસંગે સાંસદ મોહનભાઇ કુંડારિયા, ગુજરાત આહીર સામાજ ના પ્રમુખ અને ધારાસભ્ય જવાહરભાઈ ચાવડા, પૂર્વ મંત્રી ગોવિદભાઈ પટેલ, સ્થાનિક ધારાસભ્ય લખાભાઈ સાગઠિયા, જામનગરના ધારાસભ્ય હકુભા જાડેજા, કાલાવડના ધારાસભ્ય પ્રવીણભાઈ મૂછડીયા, ગુજરાત આહીર સમાજના ભામાંસા રાનાબાપા ડાંગર, ત્રિકમભાઈ આહીર, આહીર સમાજનું ઘરેણું જીવણભાઈ કુંભરવાડિયા, તેમજ રાજકોટ મહાપાલિકાના કોર્પોરેટ અને અધિકારીઓ અને પદાધિકારીઓ તથા રાજકોટ આહીર સમાજના પ્રમુખ લાભભાઈ ખીમણિયા, સુરત આહીર સમાજના વરજાગભાઈ ઝીલરીયા તેમજ સમગ્ર ગુજરાતમાંથી આહીર સમાજના આગેવાનોએ સંગીતમય કથામૃતનો લાભ લીધો હતો.

ભાવિકોને કથા સ્થળે લેવા - મૂકવા માટે ખાસ વાહન વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં મોરબી થી દરરોજ ૩ બસ હાલાર પંથકમાં ૨ બસ તેમજ રાજકોટના મવડી સહિતના વિસ્તારોમાં ૨૦ વધુ વાહનો દ્વારા શહેરજનો ને કથા સ્થળે થી લેવા મુકવાની વ્યવસ્થા તેમજ સપ્તાહમાં ભાવિકો માટે ચા ની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

ઉકત તસ્વીરોમાં અલભ્ય એવા ગોવર્ધન પર્વત થીમ ઉપર બનાવેલ સ્ટેજ ઉપર કથાકાર કથાનું સંગીતમય રસપાન કરાવી રહ્યા છે. સાથોસાથ ભાવિકગણ કથાનો લાભ લઈ રહ્યા છે. બાજુની તસ્વીરમાં કોંગી કોર્પોરેટર શ્રી વિજયભાઈ વાંક (મો.૯૮૨૪૫ ૮૦૯૮૦) પરિવારજનો સાથે નજરે પડે છે.

(4:41 pm IST)