Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

વોર્ડ નં.૩ના વિવિધ વિસ્તારમાં પેવિંગ બ્લોક કામનો પ્રારંભ

 નિતિનભાઇના હસ્તે ખાતમુર્હુતઃ રાજકોટ મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા ''જયાં માનવી ત્યાં સુવિધા'' અને ''સૌનો સાથ અને સૌનો વિકાસ સાથે'' શહેરીજનો માટે જુદા જુદા વિકાસના કાર્યો કરવામાં આવે છે. તેવા જ એક ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.૦૩માં પરસાણા નગર શેરી નં.૧૦ને લાગુ વોંકળાની દીવાલ બનાવવાનું કામ તથા સ્લમ કવાર્ટર તેમજ તોપખાના વિસ્તારના સી.સી. રોડ ઉપરાંત રબ્બર પેવિંગ બ્લોક નાખવાનું ખાતમુહૂર્ત રાજકોટ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજના હસ્તે કરવામાં આવેલ. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.૦૩માં અંદાજે રૂ.૨૩ લાખના ખર્ચે પરસાણા નગર દીવાલ કરવાનું કામ તથા રૂ.૨૩.૫૦ લાખના ખર્ચે સ્લમ કવાર્ટર તેમજ તોપખાના વિસ્તારના સી.સી. રોડ ઉપરાંત રબ્બર પેવિંગ બ્લોક નાખવાનું કામ કરવામાં આવશે. આ પ્રસંગે વોર્ડ નં.૦૩ના પ્રભારી દિનેશભાઈ કારિયા, પ્રમુખ હેમુભાઈ પરમાર, મહામંત્રી જગદીશભાઈ ભોજાણી, રાજુભાઈ દરિયારાણી, ભાજપ અગ્રણી મુકેશભાઈ પરમાર, અશોકભાઈ દવે, પૂર્વ કોર્પોરેટર જયશ્રીબેન પરમાર, જતીન ગણાત્રા તેમજ અજયભાઈ વાઘેલા, તુલસીભાઈ વાઘેલા, ગીરધરભાઈ વાઘેલા, મનસુખભાઈ ઝાલા, ખીમજીભાઈ જેઠવા, કપીલભાઈ વાઘેલા, જયદીપભાઈ નારોલા, ભરતભાઈ ઢાંકેચા, કમલેશભાઈ વાઘેલા, બાવનભાઈ ચુડાસમા, દીપકભાઈ વાઘેલા, પારસભાઈ બેડીયા, નંદલાલ ગૌરી, પ્રવિણભાઈ સોઢા, રમેશભાઈ જેઠવા, બસીરભાઈ ખીમાણી, મનોજભાઈ ટીમાણીયા તેમજ બહોળી સંખ્યામાં વિસ્તારવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(4:38 pm IST)