Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

બાલકૃષ્ણ સોસાયટી વિસ્તારનાં વોકળામાં સી.સી. કામનો પ્રારંભઃ ખાતમુહુર્ત

 રાજકોટઃ મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા 'સૌનો સાથ સૌનો વિકાસ' સાથે શહેરીજનો માટે જુદા જુદા વિકાસના કાર્યો કરવામાં આવે છે. તેવા જ એક ભાગરૂપે વોર્ડ નં.૦૬માં લોકોની વધુ સારી સુવિધા લક્ષમાં લઇ બાલકૃષ્ણ સોસાયટી પાસે આવેલ વોકળામાં સી.સી. કામનું ખાતમુહૂર્ત ડે.મેયર અશ્વીનભાઈ મોલીયાના વરદ હસ્તે કરવામાં આવેલ. બાલકૃષ્ણ સોસાયટી પાસે આવેલ વોકળામાં સી.સી. કામથી વરસાદી પાણીનો ઝડપથી નિકાલ થશે. તેમજ ચોમાસામાં પાણી ભરાવાનો પ્રશ્ન હલ થશે. તેમજ ચોમાસામાં વોટર વે કલીયર થશે. આ કામગીરી રૂ.૩૩ લાખના ખર્ચે કરવામાં આવશે. આ પ્રસંગે ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, વોર્ડ નં.૦૬ના કોર્પોરેટર તથા શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, વોર્ડ નં.૦૬ના કોર્પોરેટર દેવુબેન જાદવ, સજુબેન કળોતરા, વોર્ડ મહામંત્રી જગાભાઈ રબારી, દુષ્યંતભાઈ, વોર્ડ અગ્રણીઓ મનસુખભાઈ જાદવ, હાર્દિક સિધ્ધપુરા, પિન્ટુભાઈ રાઠોડ, હરદેવસિંહ, પરાગભાઈ મહેતા, કિન્નરીબેન ચૌહાણ, કાજલબેન સિદ્ઘપુર, જીગેશાબેન પીઠવા, આશાબેન તથા બહોળી સંખ્યામાં વિસ્તારવાસીઓ ઉપસ્થિત રહેલ.

(4:37 pm IST)