Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

ટાટા હિટાચી દ્વારા સુપર સેરીઝ મશીન લોન્ચીંગ

રાજકોટઃ ટાટા હિટાચી દ્વારા નિર્મિત EX 200 LC SUPER  તથા B 215 BREAKER SUPERનું લોન્ચિંગ સૌરાષ્ટ્રના અધિકૃત વિક્રેતા મે. પ્રોગેસીવ મોટર્સ લી. દ્વારા રાજકોટ સીસન્સ હોટલમાં રાખવામાં આવેલ હતુ. આ પ્રસંગે ટાટા હિટાચીનાં વેસ્ટ રીજીયનનાં વડા કુંનન જસ્ટિન તથા બીજા સીનીયર્સ તથા બહોળા પ્રમાણમાં ગ્રાહકોની ઉપસ્થિતી રહી હતી. મહેમાનોને સુપર પ્લસ સેરીઝના મશીન તથા બ્રેકર વિષે ખુબ જ મહત્વની જાણકારી આપવામાં આવી હતી. લોકો નવા મોડલને નિહાળવા ખુબ જ ઉત્સુક રહયા હતા. તદ્ઉપરાંત તે દિવસે સ્પેર પાર્ટસનું બુકીંગ પણ થયું હતુ જેનો ગ્રાહકોએ લાભ લીધો હતો તથા તત્કાલ સેવા માટે એફડીવી (ફિલ્ડ ડાયગ્નોસ્ટિક વેહીકલ) વિષેની જાણકારી આપી હતી. લોન્ચીંગ પછી નવા મશીન ગ્રાહકોને કી હેન્ડીગ કરવામાં આવેલ હતુ.

(4:49 pm IST)