Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

મેયરના વોર્ડના વિસ્તારો ગંધારા-ગોબરાઃ ગંદકીના ગંજ

સ્વચ્છતા અભિયાનો અને સ્વચ્છતાના એવોર્ડ મળ્યાના દાવાઓ વચ્ચે શહેરની સફાઇ ખાડેઃ મનસુખભાઇ કાલરીયાના આક્ષેપ

રાજકોટ તા. રર : મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરમાં લાખાના ખચે યોજાતા સ્વચ્છતા અભિયાનો, ઝૂંબેશો, વનડે વન વોર્ડના કાર્યક્રમો, રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય એવોર્ડના દાવાઓ વગેરેની વચ્ચે પણ શહેરમાં મનપાનું સફાઇ તંત્ર ખાડે ગયા હોવાનો અહેવાલ કોંગી કોર્પોરેટર મનસુખભાઇ કાલરીયા દ્વારા કરવામાં આવ્યો.

આ અંગે મનસુખભાઇએ જણાવ્યું હતું ક નં.૧૦ના પોશ વિસ્તારોમાં ૪ દિવસો સુધી સફાઇ થતી નથી. રામપાર્ક મેઇન રોડ, યુરો કિડસ સ્કૂલ પાસે, નંદનવન સોસાયટીમાં પુજા ટાવર સામે, મારવાડી બંગલો પાછળ, જયોતિનગર ચોકમાં, ઘનશ્યામનગર-પુષ્કરધામ રોડ તરફ, જે.કે. ચોકમાં, યોગીપાર્ક શેરીનં.ર, વૃંદાવન સોસાયટી ગાર્ડન આસપાસ, હમીંગબર્ડ વાળી શેરી, રવિજયોત ફલેટ વાળી શેરી, અર્યન એપાર્ટમેન્ટ પાસે, જલારામ-૧, ઉમીયાચોકની આસપાસ, બાલમુકુન્દ સોસાયટી, બ્રહ્મસમાજ આસપાસ, આફ્રિકા કોલોની, રાવલનગર ગાર્ડન સામે વગેરે વિસ્તારોમાં નિયમિત સફાઇ થતી નથી. કચરાના ઢગલા જોવા મળે છે. જેનો સ્થાનિકોમાં રોષ ફાટી નિકળ્યો છે તેમ અંતમાં મનસુખભાઇએ જણાવ્યું હતું.

(4:35 pm IST)