Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

VYO અને વોર્ડ નં.૯ દ્વારા ભાગવત સપ્તાહ

શનિવારથી કથાનો પ્રારંભ : પૂ.કેયુરભાઈ પુરોહિત કથાનું રસપાન કરાવશે : ૨૯મીએ પૂ.વ્રજરાજકુમારજીનું વચનામૃત : શ્રીનાથજીની ઝાંખી

રાજકોટ, તા. ૨૨ : વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન રાજકોટ, વોર્ડ નં.૯ મહિલા સત્સંગ મંડળ દ્વારા આગામી તા.૨૪ના શનિવારથી તા.૩૦ના શુક્રવાર સુધી પાટીદાર ચોક, સાધુ વાસવાણી રોડ ખાતે શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે.

કથામાં વ્યાસાસને ભાગવતાચાર્ય વે.શા.સં.પૂ.શ્રી કેયુરભાઈ પુરોહિત શાસ્ત્રીજી (વડોદરાવાળા) બપોરે ૩ થી ૭ બિરાજી કથાનું સંગીતમય રસપાન કરાવશે. કથા દરમિયાન નૃસિંહ અવતાર, વામન અવતાર, રામ જન્મોત્સવ, શ્રી કૃષ્ણ જન્મોત્સવ, રૂક્ષ્મણી વિવાહ જેવા પ્રસંગો ધામધૂમથી ઉજવાશે.

આ પ્રસંગે યુવા વૈષ્ણવાચાર્ય પૂ.પા. ગો. ૧૦૮ શ્રી વ્રજરાજકુમારજી મહોદય તા.૨૯ના વચનામૃત યોજાયેલ છે. તેમજ તે જ દિવસે રાત્રીના ૯ વાગ્યાથી શ્રીનાથજીની ઝાંખીનો કાર્યક્રમ રાખેલ છે.

આયોજનમાં સર્વેશ્રી વીવાયઓ ઓલ ઈન્ડિયા પ્રેસીડેન્ટ શૈલેષભાઈ ઘાઘરા, વીવાયઓ રાજકોટ શહેર પ્રેસીડેન્ટ મહેન્દ્ર ફડદુ, કમલેશભાઈ ડઢાણીયા, હિરેનભાઈ સાપરીયા, નવીનભાઈ નવીનભાઈ કોરડીયા, પિયુષભાઈ સીતાપરા, કમલેશભાઈ શર્મા, દેવભાઈ ગજેરા, સંજયભાઈ ભાલોડીયા, જયસુખભાઈ કાથરોટીયા, અશ્વિનભાઈ ભુવા, અમુભાઈ અડોદરીયા અને વિરેન્દ્રભાઈ ભટ્ટ વિ. જોડાયા છે.

(તસ્વીર : વિક્રમ ડાભી)

(4:34 pm IST)