Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

શાળાઓમાં નિયમ વિરૂદ્ધ ફીના ઉઘરાણા DEOને વાલી મંડળની રજુઆતઃઆવેદન

રાજકોટ : રાજય સરકારના ફી નિયમન કાયદાનો ભંગ કરતી શાળાઓ સામે પગલા લેવા આજે રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે રાજકોટ શહેર જિલ્લા વાલી મંડળે રજૂઆત કરી આવેદનપત્ર પાઠવ્યું છે. દીવાળી વેકેશન બાદ બીજા સત્રમાં શાળાઓ શરૂ થઇ ગઇ છે. વિદ્યાર્થીઓ તથા વાલીઓ દ્વારા ફી પ્રશ્ને ફરીયાદ કરવામાં આવેલ શાળાઓ મનસ્વી રીતે ફી ઉઘરાવી રહી છે, શાળાઓ એફઆરસીએ નક્કી કરેલ ફી ઉપરાંત ફી લઇ રહી છે, શાળાઓનાં ફીનું ધોરણ દર્શાવતા સાઇન બોર્ડ પ્રદર્શીત કરે તેવી માંગ કરી છે. રાજકોટ ડીઇઓ કચેરી ખાતે ફી પ્રશ્ને રજુઆત કરતા વાલી મંડળના પ્રમુખ હિંમતભાઇ લાબડીયા, ઉપપ્રમુખ ગજેન્દ્રસિંહ ઝાલા, સહમંત્રી જીતુભાઇ લખતરીયા, ચંદુભાઇ ચોટલીયા, અમીતભાઇ ધ્રુવ, આર.વી. સોલંકી, મુકેશભાઇ પિત્રોડા, સરલાબેન પાટડીયા સહિતના નજરે પડે છે.

(તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(4:32 pm IST)