Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

મેયર બંગલા ખાતે ટીપરવાનમાં સુકો અને ભીનો બે ભાગમાં આપી શુભારંભ કરાવતા બિનાબેન આચાર્ય

રાજકોટ : મહાનગરપાલિકા દ્વારા શહેરમાંથી ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન કરવામાં આવે છે. ડોર ટુ ડોર કલેકશનમાં બે ભાગમાં કચરો મળે તે માટે ડોર ટુ ડોર જાગૃતતા માટે મહાનગરપાલિકાના કર્મચારીઓને કામગીરી સોંપવામાં આવેલ છે અને આ કામગીરીનો પ્રારંભ કરી આપવામાં આવેલ છે. જેના અનુસંધાને આજરોજ વોર્ડ નં.૨માં મેયર બંગલા ખાતે ટીપરવાનમાં બે ભાગમાં કચરો એટલે કે, સુકો કચરો અને ભીનો કચરો અલગ અલગ આપી મેયર બિનાબેન આચાર્યના હસ્તે પ્રારંભ કરાયો. આ અભિયાનમાં બાંધકામ સમિતિ ચેરમેન અને વોર્ડ નં. ૨ના કોર્પોરેટર મનીષભાઈ રાડીયા, આરોગ્ય સમિતિ ચેરમેન જયમીનભાઇ ઠાકર, પૂર્વ ડેપ્યુટી મેયર દર્શિતાબેન શાહ તથા સંબધક સ્ટાફ નજરે પડે છે.

(4:17 pm IST)