Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

પુનાના સ્નેચ ઇલેકટ્રોનીકસના સંચાલક સામે ચેકરિટર્ન થતા કોર્ટમાં ફરીયાદ

રાજકોટ, તા. રર :  અત્રે એલ્કોપ ઇન્ડસ્ટ્રીઝ કે જે ઇલકેટ્રીક વાયર મેન્યુ.નું કામ કરે છે અને રાજકોટમાં એડમીનીસ્ટ્રેટીવ તથા માર્કેટીંગ ઓફીસ ધરાવે છે. તે પેઢી દ્વારા પુનામાં સતારા રોડ ઉપર ઇલકેટ્રોનીક કો.ઓ. એસ્ટેટ બિલ્ડીંગ નં. ૩૦માં બીજા માળે સ્નેચ ઇલેકટ્રોનીકસના નામથી કામ કરતા ગીરીશ પુરૂષોતમ બોન્ડે સામે એલ્કોપ ઇન્ડસ્ટ્રીઝએ ચેક ડિસ ઓનર સબબ ફોજદારી ફરીયાદ કરેલ છે.

ફરીયાદીની વિગત મુજબ.. તહોમતદાર સ્નેચ ઇલેકટ્રોનીકસ પેઢીએ સને ર૦૧૮માં ફરીયાદી પાસેથી ઉધાર માલની ખરીદી કરેલ, જેના ખાતાની રૂએ રૂ. પ૮,૬૩૩/- બાકી લેતા નીકળે છે. જે ફરીયાદીનું બાકી લેણું કબુલ રાખી તહોમતદારએ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, પુના શાખાનો રૂ. પ૮,૬૩૩/નો ચેક ઇસ્યુ કરી આપેલ.

ફરીયાદીએ ઉપર્યુકત ઉલ્લેખેલ ચેકની વસુલાત મેળવવા તેના બેન્ક એકાઉન્ટમાં રજૂ રાખતા સદરહું ચેક ફંડસ ઈન્સ્ફ્રીશીયન્ટના કારણોસર ડિસઓનર થયેલ. જે બાબતે તહોમતદારને બારોબાર જાણ થતા તેઓએ જે-તે ચેક ચાર દિવસ પછી રજુ રાખવા જણાવેલ. ત્યારે પણ સદરહું ચેક ફંડસ ઇન્સ્ફીશીયન્ટના કારણોસર ડિસઓનર થયેલ અને છેલ્લે ફરીયાદીએ તા. ૧પ-૧૦-૧૮ ના રોજ ચેક બેન્કમાં રજુ રાખતા પેમેન્ટ સ્ટોપડ બાય ડ્રોઅર ના શેરા સાથે આરોપીએ આપેલો ચેક ડિસઓનર થયેલ.

ફરીયાદીને ચેક ડિસઓનરની જાણ થતા તેઓએ વકીલ મારફત તહોમતદારોને નોટીસ પાઠવેલ. જે નોટીસ યોગ્ય રીતે બજી ગયેલ હોવા છતાં નોટીસ પીરીયડમાં કે ફરીયાદ દાખલ થતા સુધીમાં કોઇ પ્રત્યુત્તર પાઠવેલ નહી કે ડિસઓનર થયેલ ચેકની રકમ ચુકવેલ નહી. જેથી ફરીયાદીએ રાજકોટ કોર્ટમાં સ્નેચ ઇલકેટ્રોનીકસના પ્રોપરાઇટર ગીરીશ પુરૂષોત્તમ બોન્ડે સામે ને. ઇ. એકટ કલમ -૧૩૮ અન્વયે ફરીયાદ દાખલ કરેલ. ફરીયાદની વિગતો ધ્યાને લઇ નામદાર કોર્ટે ફરીયાદ રજીસ્ટરે નોંધવા હુકમ કરી આગામી મુદતે ફરીયાદીને હાજર રહેવા સમન્સ ઇસ્યુ કરેલ છે.  આ કામમાં ફરીયાદી એલ્કોપ ઇન્ડસ્ટ્રીઝ વતી વિકાસ કે. શેઠ, અલ્પા વિ. શેઠ, વિપુલ આર. સોંદરવા, વિવેક ધનેશા એડવોકેટ દરજ્જે રોકાયેલા છે.

(4:06 pm IST)