Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

કંટાળાભરી એકધારી લાઈફમાંથી થોડો બ્રેક આપે તે ઉત્સવ...

થકાવી દેનારી, કંટાળાભરી એકધારી લાઈફમાંથી થોડો બ્રેક આપે તે ઉત્સવ, થોડો રિલેકસ કરે, હળવા બનાવે તે ઉત્સવ, એ ઉત્સવને નિરંતર બનાવવા હળવા રહો, હસતા રહો, જતુ કરો, બીજાનું વિચારો, કરૂણા દયા રાખો, પ્રેમ અને સદ્દભાવ રાખો અને જુઓ ચમત્કાર.

પતંગીયુ કેમ ટેન્શનમાં નથી હોતુ? પંખીઓ પર ગમે ત્યારે બાજ, બિલાડી, ગરૂડ ત્રાટકી શકે તેમ હોય છે છતાં કેમ તેઓના મધુર ગીતો અટકતા નથી, કારણ કે તેઓ વર્તમાનમાં જીવે છે.

વર્તમાનમાં જીવવાની ટેવ પાડવા આવતા નુતન વર્ષમાં ધ્યાન (મેડીટેશન) કરવાનો સંકલ્પ કરો. દિવસમાં માત્ર ૧ કલાક ધ્યાન કરો અને તમારા નેચલ શ્વચ્છોશ્વાસ ઉપર મનને કેન્દ્રીત કરવાનો અભ્યાસ કરો અને ૧ વર્ષમાં જુઓ ચમત્કાર, દુનિયાના તમામ ધર્મમાં વિખવાદ છે. હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, જૈન, બૌદ્ધ તમામ ધર્મની વિચારધારાઓ અલગ અલગ છે પરંતુ ધ્યાને અંગે કોઈ પણ ધર્મમાં કોઈ વિખવાદ નથી. ઈશ્વરના સ્થાન સુધી પહોંચેલ તમામ હસ્તીઓ ધ્યાન ના પગથીયા રૂપી સીડીથી થઈ ને પહોંચ્યા છે પછી તે બુદ્ધ હોય, મહાવીર હોય, પેગંબર હોય, નાનક હોય, ઈશા મશીહ હોય કે કબીર, મીરા કે કોઈપણ હોય.

'વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન' એ ધ્યાન (મેડીટેશન) અંગેના લાંબા રીસર્ચ બાદ જણાવેલુ છે કે જે વ્યકિત રોજ ૧ કલાક નિયમીત ધ્યાન કરે છે તે વ્યકિતને તેના જીવન કાળ દરમિયાન સામાન્ય વ્યકિત કરતા ૭૫% ડોકટરની ઓછી જરૂર પડે છે. જે સ્ત્રી ગર્ભવતી હોય તે દરમિયાન નિયમિત ૧ કલાક ધ્યાન કરે તો તેને નોર્મલ ડિલીવરી થાય છે અને તેનું આવનારૂ સંતાન અદ્દભૂત શકિતઓથી ભરપૂર થાય છે. જે વ્યકિત નિયમીત રીતે રોજ ૧ કલાક ધ્યાન કરે છે તેની રોગ પ્રતિકારક શકિત સામાન્ય વ્યકિત કરતા ઘણી બધી વધી જાય છે, તેવી વ્યકિતની સંકલ્પ શકિત, આત્મવિશ્વાસમાં ગજબ વધારો થાય છે તે વ્યકિત જીવનની ગમે તેવી કપરી પરિસ્થિતિમાં નોર્મલ રહી શકવાની શકિત પ્રાપ્ત કરી લે છે.

સંજય એચ. પંડિત એડવોકેટ, રાજકોટ, મો. ૯૮૨૪૧ ૧૨૧૦૦

(4:46 pm IST)