Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

બાલીના ફેસ્ટીવલમાં રાજકોટના બાળકોનો સુંદર દેખાવ

તાજેતરમાં ઇન્ડોનેશીયા બાલી ખાતે ઇન્ટરનેશનલ ડાન્સ કોમ્પીટીશનનું આયોજન થયુ હતુ. જેમાં વિવિધ દેશના ૪૫૦ બાળકોએ ભાગ લીધો હતો. પુજા હોબી સેન્ટરના સહી નાગવેકર, માહી દુદકીયા, ફેલીકસ બાસીડા, પ્રેમ ગાંધી, યુવરાજ કુંદનાની, નિવેદ બાવીશી, શૌર્ય ભાવસાર, ધ્વનિલ કાગડા, દર્શિલ ગાંધી, ખુશ ઠકકર, નમન પંડયા, મીત ગાંધી, જીગર ગોધાણીયા, કેવીન સિધ્ધપુરા, નિસર્ગ કાગડાએ વંદેમાતરમ્ સ્કેટીંગ ડાન્સ સરસ રીતે રજુ કરી જજીસ અને બાલીની જનતાનું દિલ જીતી લીધુ હતુ. ઇનામ વિતરણના દિવસે આ બાળકોને પ્રથમ નંબરે જાહેર કરાતા રાજકોટનું નામ ઝળહળી ઉઠયુ હતુ. આ બાળકોએ ૧૦૦ થી વધારે પ્રોપ સાથે ફ્રી સ્ટાઇલ, ભાંગડા, ફોક, આર્ટીસ્ટીક સ્ટેપ, સ્પીન, જમ્પ, ફુટવર્ક તથા લીફટીંગ કરી અદ્દભુત પરફોર્મન્સ કરેલ. બાલીમાં સુંદર રજુઆત કરીને આ બાળકો રાજકોટ પરત ફરતા એરપોર્ટ પર જ ભાવભીનું સ્વાગત કરાયુ હતુ. આ બાળકોને તાલીમ પુજા હોબી સેન્ટરના દીપુ દીદી, ડો. પુજા રાઠોડ, શ્રીમતી પુષ્પા રાઠોડે આપી હતી.

(3:23 pm IST)