Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

શ્રી પંચનાથ સાર્વજનિક ટ્રસ્ટમાં રૂ.૩૦માં આયુર્વેદ અને હોમિયોપેથની સારવાર ઉપલબ્ધ : જરૂરીયાતમંદ દર્દીઓને વધુ રાહત મળશે

સોમથી શુક્રવાર સુધી સવારે ૯ થી ૧૦:૩૦ સુધી ડો. પ્રશાંત ગણાત્રા (આયુર્વેદિક) અને ડો. વિરલ નિર્મલ (હોમિયોપેથી) સેવા આપશે : સપ્તાહમાં ત્રણ દિવસ સુધી હોમિયોપેથીક ડો.ધવલ કરકરે પણ નિદાન કરશેઃ રૂ.૩૦ની નજીવી ફી ઉપર સપ્તાહની દવા મફત અપાશે

રાજકોટ, તા. ૨૨ : રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના જરૂરિયાતમદં દર્દીઓ માટે અનેક બિમારીઓની અત્યતં નજીવી ફી લઈ સારવાર કરતાં શ્રી પંચનાથ સાર્વજનિક ટ્રસ્ટમાં હવે આયુર્વેદિક અને હોમિયોપેથિકની સારવાર પણ ઉપલબ્ધ બનવા પામી છે. માત્ર રૂ.૩૦ની નજીવી ફી ચૂકવી હવે દર્દીઓ આયુર્વેદિક અને હોમિયોપેથિકની સારવાર મેળવી શકશે. આ સાથે તેમને એક સપ્તાહની દવા પણ આપવામાં આવશે. આ માટે ખ્યાતનામ ડોકટરો ડો.વીરલ નિર્મલ (હોમિયોપેથિક) અને ડો.પ્રશાંત ગણાત્રા (આયુર્વેદિક) સોમવારથી શુક્રવાર સુધી સવારે ૯થી ૧૦:૩૦ વાગ્યા સુધી ટ્રસ્ટમાં સેવા આપશે. આ ઉપરાંત જાણીતા ડોકટર ધવલ કરકરે પણ સપ્તાહમાં ત્રણ દિવસ દર્દીઓનું નિદાન કરનાર હોવાનું ટ્રસ્ટના પ્રમુખ દેવાંગભાઈ માંકડે જણાવ્યું હતું. જરૂરિયાતમદં દર્દીઓને આ સેવાનો લાભ લેવા અનુરોધ પણ કર્યેા હતો.

શ્રી પંચનાથ સાર્વજનિક ટ્રસ્ટમાં અત્યાર સુધી સોનોગ્રાફી, એકસ–રે, લેબોરેટરી, ડેન્ટલ, ફિઝિયોથેરાપી, ઈકોકાર્ડીયોગ્રામ, બાયોપ્સી સહિતની સુવિધા દર્દીઓને અત્યતં નજીવા દરે આપવામાં આવતી. જયારે હવે અહીં આયુર્વેદિક અને હોમિયોપેથિ ડોકટરોની સેવા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદની સંજીવની, સીમ્સ સહિતની હોસ્પિટલોમાં સેવા આપી ચૂકેલા જાણીતા હોમિયોપેથી ડોકટર વીરલ નિર્મલ હવે આ ટ્રસ્ટમાં સેવા આપશે. તેઓ સવારે ૯થી ૧૦:૩૦ દરમિયાન દર્દીઓનું નિદાન કરશે. આ માટે જરૂરિયાતમદં દર્દીઓએ માત્ર રૂ.૩૦ની નજીવી ફી ચૂકવવાની રહેશે.

આવી જ રીતે આયુર્વેદિક પદ્ઘતિથી નિદાન કરવા માટે જાણીતા ડો.પ્રશાંત ગણાત્રા પણ હવે આ ટ્રસ્ટમાં સેવા આપશે. આયુર્વેદિક પદ્ધતિથી સારવાર કરવાથી બિમારી જડમૂળમાંથી દૂર થતી હોય છેલ્લા દ્યણા સમયથી લોકો આયુર્વેદિક પદ્ધતિથી સારવાર કરાવવાનો આગ્રહ રાખતાં હોય આ વાતને ધ્યાનમાં રાખી ટ્રસ્ટ દ્વારા આ સુવિધા પણ ઉપલબ્ધ બનાવવામાં આવી છે.અત્રે ઉલ્લેખ કરવો જરૂરી છે કે શ્રી પંચનાથ મહાદેવ નિદાન કેન્દ્રમાં વર્ષ ૨૦૦૩માં ગરીબ દર્દીઓ માટે નિદાન કેન્દ્રની શરૂઆત કરવામાં આવી હતી અને તે વેળાએ માત્ર રૂ.૨માં દર્દીઓને નિદાન કરી આપવામાં આવતું હતું જયારે હાલ રૂ.૧૦માં જ નિદાન તેમજ એક સપ્તાહ દવા વિનામૂલ્યે આપવામાં આવે છે. આ ઉપરાંત અહીં ૨૦૦૫માં સોનોગ્રાફી વિભાગ શરૂ કરવામાં આવ્યો હતો અને અત્યતં ઓછા દરે સોનોગ્રાફી થતી હોય દર્દીઓ તેનો બહોળી સંખ્યામાં લાભ લેતાં થયા છે.આવી જ રીતે એકસ–રે વિભાગ પણ કાર્યરત કરવામાં આવ્યો છે. જયારે વિવિધ જાતના પરિક્ષણ જેવા કે બ્લડ ટેસ્ટ, યુરિન ટેસ્ટ, સુગર ટેસ્ટ, થાઈરોઈડ સહિતના ટેસ્ટ માટે અધતન લેબોરેટરીની સેવા પણ અત્યતં ઓછા દરે દર્દીઓને આપવામાં આવે છે. દાંતની બિમારી માટે ડેન્ટલ વિભાગ, કસરત માટે ફિઝીયોથેરાપી વિભાગ ઉપરાંત ઈકોકાર્ડીયોગ્રામ અને બાયોપ્સી સહિતની સુવિધા ઉપલબ્ધ હોવાને કારણે શ્રી પંચનાથ સાર્વજનિક ટ્રસ્ટનો મોટાભાગના દર્દીઓ લાભ લઈ રહ્યા છે.

આ ટ્રસ્ટની પ્રવૃત્ત્િ।ને સફળ બનાવવા માટે પ્રમુખ દેવાંગભાઈ માંકડ (મો.૯૮૨૪૪ ૦૭૮૩૯), ઉપપ્રમુખ લક્ષ્મણભાઈ ચાવડા, મંત્રી તનસુખભાઈ ઓઝા, ખજાનચી મહેન્દ્રસિંહજી આર.ગોહિલ તથા અન્ય ટ્રસ્ટીઓ મયુરભાઈ શાહ, ડી. વી. મહેતા, મિતેષભાઈ એમ. વ્યાસ, નીતીનભાઈ ડી. મણીયાર, નારણભાઈ કે. લાલકીયા, વસંતભાઈ કે. જસાણી તથા મનુભાઈ એ. પટેલ જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:23 pm IST)