Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

અનુસૂચિત જાતિ કેળવણી મંડળ દ્વારા રવિવારે 'સંવિધાન સ્વીકાર દિવસ' ઉજવાશે

બીનરાજકીય-બીનસાંપ્રદાયિક વાર્ષિક સામાજીક મેળાવડોઃ તેજસ્વી પ્રતિભાઓનું થશે બહુમાન

રાજકોટ, તા. ૨૨ :. શહેર અનુસૂચિત જાતિ કેળવણી મંડળ દ્વારા સતત ૧૦માં વર્ષે સંવિધાન સ્વીકાર દિવસનું આયોજન કરવામાં આવેલ છે. આ દશાબ્દી મહોત્સવ વેળા રાજકોટ શહેરના સમસ્ત અનુસૂચિત જાતિ સમુદાયનો બિનરાજકીય અને બિનસાંપ્રદાયિકપણે શહેર કક્ષાના વાર્ષિક સામાજીક મેળાવડાનું આયોજન કરેલ છે.

આ પ્રસંગે વિતેલા શૈક્ષણિક વર્ષમાં રાજકોટ શહેરના અનુસૂચિત જાતિના સામાજીક-શૈક્ષણિક ઉત્કર્ષ માટે સેવારત રહેલ સામાજીક કર્મશીલો અને સામાજીક-શૈક્ષણિક સંસ્થાઓને સન્માનિત કરાશે. આ ઉપરાંત અભ્યાસ સિવાય ઈત્તર પ્રવૃતિઓમાં શહેર, જિલ્લા, રાજ્ય કે રાષ્ટ્રીય સ્તરે સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓ અને અન્ય સિદ્ધિ મેળવનાર મિત્રોનું બહુમાન કરાશે.

સંવિધાન સ્વીકાર દિવસની પૂર્વ સંધ્યાએ તા. ૨૫ના રવિવારે સાંજના ૪ વાગ્યે યોજાનાર આ સમારોહમાં લાખાભાઈ સાગઠીયા (ધારાસભ્ય રાજકોટ-૪), પ્રવિણભાઈ મુછડીયા (ધારાસભ્ય-કાલાવડ), વશરામભાઈ સાગઠીયા (વિરોધપક્ષના નેતા-રા.મ્યુ.કો.), મોહનભાઈ રાખૈયા (બસપા-રાજ્ય પ્રભારી), મનસુખભાઈ સાગઠીયા (ટાઉન પ્લાનર-રાજકોટ મહાનગરપાલિકા), અમરશીભાઈ મકવાણા (પૂર્વ કોર્પોરેટર, પ્રણેતા-ડી.એમ.કે. ગ્રુપ), બાબુભાઈ ડાભી (પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ), રાજુભાઈ અઘેરા (કોર્પોરેટર-રા.મ્યુ.કો.), ગીરીશભાઈ પરમાર (ડીરેકટર-મનરેગા), જગદીશભાઈ ભોજાણી (સભ્ય-નગર શિક્ષણ સમિતિ), સુરેશભાઈ બથવાર (પ્રદેશ ડેલીગેટ-કોંગ્રેસ), જીવણભાઈ પરમાર (બસપા અગ્રણી), હિંમતભાઈ મયાત્રા (કોંગ્રેસ અગ્રણી) વિગેરે ઉપસ્થિત રહેશે.

(3:22 pm IST)