Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

ઉમરના કોઇપણ બાધ વિના ગીત - સંગીતનો શોખ બહાર લાવવા 'કરાઓકે'ની ભારે ડીમાન્ડ

રાજકોટના કરાઓકે માસ્ટર પ્રશાંત બક્ષીનો સંપર્ક સાધો : કરાઓકે શીખો

કરા ઓકેનું પધ્ધતિસર જ્ઞાન મેળવો : થોડું પણ ગાઇ શકતા હો તો સંગીતમાં ગાયન ક્ષેત્રે કારકિર્દી બનાવો : કરા ઓકેમાં કોમ્પ્યુટર સોફટવેર ક્ષેત્રે સંશોધન કરનાર સંગીત વિશારદ પાસે તાલીમ મેળવો : તમારા ઘેર આવીને પણ તાલીમ આપવામાં આવે છે : પર્સનલ - ગ્રુપમાં શીખવાની પણ તક : શાસ્ત્રીય સંગીતમાં ગાયન કરવા ઇચ્છુકો પણ મળે : શાસ્ત્રીય રાગો - પધ્ધતિસરની તાલીમ - પરીક્ષાલક્ષી કોર્સની સુવિધા

રાજકોટ તા. ૨૨ : આજે વિશ્વમાં સંગીતનું ચલણ ખૂબ જ વધી ગયું છે. જેથી સંગીત શીખવા માટે બાળકો અને યુવાનોથી લઇ કેટલાય લોકો આગળ આવ્યા છે. પણ આ સ્પર્ધાત્મક યુગમાં સંગીતની યોગ્ય અને પધ્ધતિસરની તાલીમ અને જ્ઞાન મેળવવા મુશ્કેલ બન્યા છે. ઉપરાંત આજના ફાસ્ટ જમાનામાં તુરંત જ શિખવાની હોડ લાગી છે ત્યારે, કાશ અમે ગાયન શીખ્યા હોત? અમારે પણ પસંદગીના ગીતોને પધ્ધતિસર ગાવા છે પણ હવે આ ઉંમરે થોડું શીખાય? અરે... અમે તો બાથરૂમ સીંગર, ફકત શોખ માટે ગણગણીએ છીએ. ગીતો ગાવા છે, શોખ છે પણ સમય કયાં ? આવું વિચારતા કોઇ પણ ઉંમરના લોકો માટે ગાયનને હવે ખૂબ જ સરળ અને ટેકિનક દ્વારા કરાઓકે પધ્ધતિથી શીખવવાનો પ્રારંભ અમે કર્યો છે.

ઘણાં લોકો બાથરૂમમાં ગણગણાવતા હોય છે તો કેટલાક નાના ફંકશનમાં કે મિત્રો સાથે મળી ગીતો ગાતા હોય છે તેમાંય સૂર-તાલનું થોડું ઘણું જ્ઞાન હોવાથી મોજમજા માટે ગીતો ગાય છે. પણ જો તમારી અંદરની આ ટેલેન્ટને યોગ્ય રીતે મઠારવામાં આવે તો તે વધુ નિખરી શકે છે. જેના માટે ઉંમરનો કોઇ બાધ નથી. તેના માટે બસ થોડો સમય કરાઓકેથી ટેકિનક, તેની બારીકાઇ, વોઇસ ટેકિનક વગેરે જાણવા જરૂરી છે. જેના માટે યોગ્ય તાલીમ મેળવવાથી એક સારા કલાકાર તરીકે કે કોઇ પ્રોફેશનલ આર્ટીસ્ટ તરીકે તમે આ ક્ષેત્રે કારકિર્દી પણ બનાવી શકો છો એટલું જ નહીં સારી એવી કમાણીની સાથે નામ પણ કમાઇ શકો છો.

શું તમારે કરાઓકે પર પધ્ધતિસર ગાતા શીખવું છે? * શું તમે થોડું ઘણું પણ સૂર-તાલમાં ગાઇ શકો છો ?  * સંગીતમાં ગાયન ક્ષેત્રે કારકિર્દી બનાવો. * ગીતોને સરળતાથી વોઇસ ટેકિનક સાથે ગાવાનું શીખવાથી એક સારા ગાયક બની શકાય * સંગીત ક્ષેત્રે ૨૧ વર્ષથી વધુનો બહોળો અનુભવ ધરાવતા અને કરાઓકેમાં કોમ્પ્યુટર સોફટવેર ક્ષેત્રે સંશોધન કરનાર સંગીત વિશારદ વ્યકિત દ્વારા તાલિમ * આપના ઘરે આવી તાલીમ આપવામાં આવશે. પર્સનલ અથવા ગ્રુપને શિખવવામાં આવશે. * શાસ્ત્રીય સંગીતમાં ગાયન કરવા ઇચ્છુક પણ સંપર્ક કરે. શાસ્ત્રીય રાગો અને પધ્ધતિસરની તાલીમ ઉપરાંત પરિક્ષાલક્ષી કોર્સ કરાવાશે. * જેમને ગંભીરતાથી શીખવું છે તેઓ જ સંપર્ક કરો. * સંપર્ક : મો. ૯૪૨૬૪ ૭૩૬૮૧ / ૭૯૯૦૫ ૫૮૪૬૯ - રાજકોટ.

શાસ્ત્રીય સંગીત કે જે કોઇપણ સંગીતનો પાયો ગણાય છે તેની પણ પધ્ધતિસર તાલીમ અમે આપી રહ્યા છીએ. જેમાં શાસ્ત્રીય રાગો અને બંદિશો તથા પ્રારંભિકથી વિશારદ સુધીનો સંગીત ગાયનના કોર્સની પધ્ધતિસરની તાલીમ આપવામાં આવે છે. સંગીત ક્ષેત્રે ૨૧ વર્ષનો બહોળો અનુભવ ધરાવતા સંગીત વિશારદ સંગીતજ્ઞ દ્વારા જે લોકો ગંભીરતાથી સંગીત શીખવા ઇચ્છે છે તેમના ઘરે જઇ પર્સનલી અથવા ગ્રુપમાં કરાઓકે (હિન્દી ફિલ્મી ગીતો, ગુજરાતી ગીતો, ગઝલ વગેરે) અને શાસ્ત્રીય સંગીત (રાગ, બંદિશ, તરાના, ઠુમરી વગેરે) જે શીખવા ઇચ્વે તેની તાલીમ અપાય છે. વધુ વિગત માટે શ્રી પ્રશાંત બક્ષી મો. ૯૪૨૬૪ ૭૩૬૮૧, ૭૯૯૦૫ ૫૮૪૬૯ ઉપર સંપર્ક કરી શકાય છે.

પ્રશાંત બક્ષી

(મો. ૯૪૨૬૪ ૭૩૬૮૧)

(3:19 pm IST)