Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

રૂ.સાત લાખ ૩૫ હજારનો ચેક પાછો ફરતા આરોપીને હાજર થવા ફરમાન

રાજકોટ તા. રર : રાજકોટ શહેરમાં ન્યુ મહાવીરનગર, લાખના બંગલાવાળો રોડ, ગાંધીગ્રામમાં રહેતા આરોપી મનોજ રામજીભાઇ ફાંગલીયાએ આકસ્મિક નાણાની જરૂરીયાત ઉપસ્થિત થતા તેના જ મિત્ર પાસેથી લીધેલ રકમ રૂ.૭,૩પ,૦૦૦ પરત કરવા ઇસ્યુ કરી આપેલ ચેક રીટર્ન થતા ફરીયાદીએ રાજકોટ એડી.ચીફ જયુડી.મેજી. ની કોર્ટમાં આરોપી વિરૂદ્ધ ફરીયાદ દાખલ કરતા અદાલતે આરોપી મનોજ રામજીભાઇ ફાંગલીયા વિરૂદ્ધ અદાલતમાં હાજર થયા સમન્સ ઇસ્યુ કરતો હુકમ ફરમાવેલ છે.

આ કેસની હકીકત જોઇએ તો, રાજકોટમાં મહુવા રોડ ઉપર ન્યુ ગાંધી સોસાયટીમાં રહેતા ફરીયાદી દિનેશ ધરમશીભાઇ લીંબાસીયાએ આરોપી મનોજ રામજીભાઇ ફાંગલીયા વિરૂદ્ધ રાજકોટની અદાલતમાં એ મતલબની ફરીયાદ દાખલ કરેલ કે ફરીયાદી અને આરોપી મિત્રો હોય આરોપીને આકસ્મિક ધંધામાં મુશ્કેલી સર્જાતા નાણાની જરૂરીયાત પડતા ફરીયાદી પાસેથી સબંધના દાવે ત્રણ તબકકે કુલ રકમ રૂ.૭,૩પ,૦૦૦ લીધેલ અને તે ફરીયાદીની કાયદેસરની લેણી રકમ સ્વીકારી રકમ અદા કરવા તહોતમદારે તેની બેંકનો ફરીયાદી જોગ ચેક ઇસ્યુ કરી આપી, સહી કરી આપી ચેક સુપ્રત કરી અને ખાત્રી આપેલ કે, સદર ચેક ફરીયાદી પોતાના બેન્ક ખાતામાં રજુ રાખશે, એટલે ચેક રીટર્ન થશે નહી અને ચેક સ્વીકારાય જશે.

ફરીયાદીની કાયદેસરની લેણી રકમ વસુલાઇ જશે, તેવા આરોપીના શબ્દો પર ભરોસો રાખી ફરીયાદીએ સ્વીકારેલ ચેક તેઓના બેન્ક ખાતામાં રજુ રાખતા ચેક સ્વીકારાયેલ નહી અને ફંડ ઇનસફીશીયન્ટના શેરા સાથે ચેક રીટર્ન થતા, તેની જાણ આરોપીને કરતા આરોપીએ હડધુત કરતા, ફરીયાદીએ તેના એડવોકેટ મારફત આરોપીને ડીમાન્ડ નોટીસ પાઠવેલ, જે મળી જવા છતા ફરીયાદીનું કાયદેસરનું લેણું, ચુકવેલ ન હોવાથી ફરીયાદીએ દસ્તાવેજી પુરાવા સાથે આરોપી વિરૂદ્ધ રાજકોટની અદાલતમાં ફરીયાદ દાખલ કરી રજુઆત કરેલ કે, રેકર્ડ પરની હકીકતોથી સ્પષ્ટ ફલિત થાય છેકે, આરોપીએ ફરીયાદી પાસેથી પોતાના ધંધા અર્થે લીધેલ રકમ પરત કરવા ચેક આપી, તે પાસ થવા ન દઇ આરોપીએ ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુ્રુમેન્ટ એકટ હેઠળ ગંભીર પ્રકારનો ગુનો આચરેલ છે, જે રજુઆતો ધ્યાને લઇ આરોપીને કેસમાં અદાલતમાં હાજર થવા સમન્સ ઇસ્યુ કરતો હુકમ ફરમાવવામાં આવેલ.

ઉપરોકત કામમાં ફરીયાદી દિનેશ લિંબાસીયા વતી રાજકોટ એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, સહદેવ દુધાગરા, જય પારેડી, કૈલાશ જાની, હિરેન ડોબરીયા, ચેતન ચોવટીયા રોકાયેલ હતા.

(3:18 pm IST)