Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

ગૌરીદડના સુએઝ સિસ્ટમ-૨ પ્લાન્ટની મુલાકાત લેતા પદાધિકારીઓ-અધિકારી

 રાજકોટઃ  મહાનગરપાલિકાનો ગૌરીદડ ખાતે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ આવેલ છે. આ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી ખેતીના ઉપયોગ માટે જરૂરી પાઈપલાઈનમાંથી પાણી આપવા આણંદપર ગામના ખેડૂતોની રજૂઆત હતી. રાજયના ખેડૂતોને સિંચાઇ માટે પાણી મળી રહે તે માટે રાજયના માન.મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનો અભિગમ રહ્યો છે, આણંદપરના ખેડૂતોની રજૂઆત અંગે કોર્પોરેશન દ્વારા સુએઝ ટ્રીટમેન્ટનું પાણી સિંચાઇ માટે મળે તે અંગે જણાવેલ. જેના અનુસંધાને  આણંદપર ગામના ખેડૂતો ખેતીના ઉપયોગ માટે પાણી મળે તે માટે ટ્રીટમેન્ટ પ્લાન્ટની સ્થળ મુલાકાત લેતા મેયર બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમાર, ડ્રેનેજ કમિટીના ચેરમેન જયોત્સનાબેન ટીલાળા, ડે.એન્જીનીયર મોરી તેમજ આણંદપર ગામના સરપંચ વિજયભાઈ ડોડીયા, ભૂતપૂર્વ તાલુકા પંચાયત અભ્ય અજીતભાઈ વાઢેર, દેવાભાઈ ડોડીયા તેમજ ખેડૂત અગ્રણી જેમલભાઇ કાનાભાઈ વાઢેર, જયેશભાઈ વાઢેર, ગોવિંદભાઈ ખેંગારભાઈ વિગેરે ઉપસ્થિત રહેલ હતા.

(3:17 pm IST)