Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

જિલ્લા પંચાયતના પાટીદાર બાગીઓ, હમણા કેસરિયો ખેસ નહિ પહેરે

આજે પ થી ૭ કોળી સભ્‍યો ભાજપમાં જોડાવાના એંધાણ

રાજકોટ તા. રર :.. જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના નિશાન પર ચૂંટાયેલા અને ભાજપ પ્રેરિત બાગી જુથમાં રહેલા જસદણ-વિંછીયા પંથકના પ થી ૭ સભ્‍યો આજે બપોર બાદ સંમેલનમાં વિધિવત રીતે ભાજપમાં જોડાય તેવા એંધાણ છે. તે સિવાઇના કોંગીના બાગીઓ આજે કેસરીયો ધારણ કરવા માંગતા નથી. રાજકોટ તાલુકામાં અલગ કાર્યક્રમ કરી પક્ષપલ્‍ટો કરવાની વાતો હાલ થઇ રહી છે. જો આજે સવારે મળતા નિર્દેષ મુજબ પ થી ૬ કોંગી સભ્‍યો ભાજપમાં જોડાય તો જિલ્લા પંચાયતમાં ભાજપનું સંખ્‍યાબળ બે છે તે વધીને બે આંકડાની આસપાસ પહોંચી જશે.

(12:07 pm IST)