Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

હિરાસર એરપોર્ટઃ ૩૫ હેકટર ખાનગી જમીન સંપાદન કરવામાં વિવાદ સર્જાયોઃ સરકાર-ખેડૂતો જમીનના ભાવ અંગે સામ-સામે

સરકારે ૨૦૧૧ની જંત્રી મુજબ ચો.મી. દીઠ ૩૦૦નું કીધુઃ ખેડૂતોએ રપ૦૦ માંગ્યાઃ ૨૩-૨૪ રાજકોટમાં ખેડૂતો સાથે બેઠક

રાજકોટ તા.૨૧: આગામી ડીસેમ્બરથી જેનું ધમધોકાર કામ શરૂ થવાનું છે તે રાજકોટથી ર૦ કિ.મી. દૂર બંધાનાર ઇન્ટરનેશનલ હિરાસર એરપોર્ટમાં ખાનગી જમીન સંપાદન કરવાના મામલે મોટો વિવાદ સર્જાઇ ગયો છે.

જમીનના ભાવ પ્રશ્ને સરકાર-ખેડૂતો સામસામે આવી ગયા છે, બે દિ' પહેલાં ૧૯મીએ જમીન સંપાદન સંદર્ભે ગાંધીનગરમાં મીટીંગ હતી ત્યાં સમીક્ષા થઇ, રાજકોટથી સિટી પ્રાંત-ર શ્રી જેગોડા મીટીંગમાં ગયા હતા, હવે આગામી ૨૩-૨૪ના રોજ રાજકોટમાં સિટી પ્રાંત-ર કચેરી ખાતે એવીએશન અધિકારી તથા અમદાવાદ જીઆઇડીસીના ડે.કલેકટર અને અન્ય ઉચ્ચ અધિકારીઓએ જમીન સંપાદન અંગે ભાવ મામલે ખેડૂતો સાથે વન ટુ વન મીટીંગ યોજી હોવાનું સાધનોએ ઉમેર્યું હતું.

સૂત્રોના ઉમેર્યા પ્રમાણે સરકારે ૨૦૧૧ની જંત્રી મુજબ હિરાસર એરપોર્ટની ખાનગી ૩૩ હેકટર જમીનનો ભાવ ૧ ચો.મી. દીઠ રૂ. ૩૦૦ આંકયો છે, એની સામે ખેડૂતોનો  વિરોધ વંટોળ ઉભો થયો છે, ખેડૂતોએ આ જમીનનો ભાવ ૧ ચો.મી. દીઠ રૂ. રપ૦૦ નો માંગ્યો છે અને સરકાર આ ભાવ ન આપે તો જમીન આપવાની સાફ ના પાડી દીધી છે, અગાઉ અમદાવાદ જીઆઇડીસીના ડે.કલેકટર સાથે આ બાબતે રાજકોટ સિટી પ્રાંત-ર કચેરીમાં મીટીંગ થઇ હતી, હાલ તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે છેલ્લા ૮ થી ૧૦ મહિનાથી હિરાસર આસપાસ જમીનનો કોઇ દસ્તાવેજ જ થયો નથી અને પરિણામે વિવાદે જન્મ લીધો છે.

(3:44 pm IST)