Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

રાજકોટના નં. ૧૮માં રાતોરાત પેચવર્કની કામગીરી કરતું મનપા : રિદ્ધિ સિદ્ધિથી માલધારી ફાટક સુધીનો રોડ વાહન વ્યવહાર માટે ઉપલબ્ધ કરાવ્યો

વોર્ડ નં. ૭ સોની બજારમાં રાતે ડામર પેચ વર્ક અને સીસી રોડની કાર્યવાહી

રાજકોટ: શહેરની ટ્રાફિક સમસ્યાને નિવારવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દિવસરાત કામગીરી કરવામાં આવે છે. જેમાં વોર્ડ નં. ૧૮માં ટ્રાફિક સમસ્યા જણાતા મહાનગરપાલિકા દ્વારા રિદ્ધિ સિદ્ધિ થી માલધારી ફાટક સુધીના રસ્તા પર રાતોરાત કામગીરી કરી રસ્તા પર વાહન વ્યવહાર શરૂ કરવામાં આવ્યું હતું
રિદ્ધી સિદ્ધીનાં નાલાથી માલધારી ફાટક સુધી ખુબજ મોટા પ્રમાણમાં ટ્રાફિક રહેતો હોય. ગોંડલ ચોકડી બ્રીજ બનતો હોવાથી ખુબજ મોટા પ્રમાણ માં વાહનોની અવરજવર રહે છે એ બાબતને ધ્યાને લઇ મ્યુનિ. કમિશ્નર   અમિત અરોરાના આદેશ અનુસાર તેમજ ઇસ્ટ ઝોનનાં કાર્યપાલક ઈજનેર  વાય.કે.ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ સવારના ૧૦.૩૦થી રાત્રીના ૪.૦૦ વાગ્યા સુધી રોડમાં મેટલ પેચ કરવામાં આવેલ, મેટલ તથા મોરમમાં રોલિંગ કરી રસ્તો રીપેર કરી આપવામાં આવેલ છે.
વોર્ડનાં વોર્ડ ઈજનેર મહેશ રાઠોડ  તથા વોર્ડના આસીસ્ટન્ટ ઈજનેર  ગોવિંદભાઈ હરણ તથા વર્ક આસીસ્ટન્ટ રણછોડભાઈ પરમાર દ્વારા સુપરવિઝન કરવામાં આવેલ હતી.
તેમજ હાલ શહેરમાં  ડામર પેચની કામગીરી પણ દિવસ રાત કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં વોર્ડ નં. ૭ સોની બજારમાં રાતે ડામર પેચ વર્ક અને સીસી રોડની કામગીરી કરવામાં આવી રહી છે.

(9:35 pm IST)