Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

ઓડીટોરીયમ-સ્વીમીંગ પૂલ સહિતના પ્રોજેકટોની મુલાકાત લેતા અમિત અરોરા

રાજકોટઃ. શહેરના લોકોની સેવામાં આવતા વિવિધ પ્રોજેકટની આજે મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ મુલાકાત કરી પ્રોજેકટની વિગતો મેળવી હતી. જેમાં શહેરના ઈસ્ટ ઝોન વિસ્તારમાં આવેલ અટલ બિહારી બાજપાઈ ઓડીટોરીયમ, પંડિત દિનદયાળ કોમ્યુનીટી હોલ, સ્વામી વિવેકાનંદ સ્વીમીંગ પૂલ, ગ્રીનલેન્ડ હેડવર્કસ અને આજી ખાતેના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની વિઝીટ કરી માહિતી મેળવી હતી. વિઝિટ દરમ્યાન મ્યુનિ. કમિશનરે ગ્રીનલેન્ડ હેડવર્કસ ખાતે ટેન્કર ફીલીંગમાં લગાવવામાં આવેલ જીપીઆરએસ સિસ્ટમનું મોનિટરીંગ કરવા સંબંધિત અધિકારીને સૂચના આપી હતી. આજી ફિલ્ટર પ્લાન્ટ ખાતે પાણીની ગુણવત્તા, જથ્થો અને વિતરણ વિશે માહિતી મેળવી તેમજ સરદાર સરોવરથી આજી ડેમ સુધીની સૌની યોજનાની જાણકારી પ્રાપ્ત કરી હતી. આજની મુલાકાતમાં મ્યુનિ. કમિશનર સાથે સિટી એન્જી. એમ.આર. કામલીયા, વાય.કે. ગૌસ્વામી, આસિ. કમિશનર એચ.કે. કગથરા, આસિ. મેનેજર બી.એલ. કાથરોટીયા, પી.એ. (ટેક) ટુ કમિશનર રસિક રૈયાણી, ડીઈ ચેતન મોરી, હરેશ સોંડાગરા, વ્રજેશ ઉંમટ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(4:24 pm IST)